Abtak Media Google News

આંગણવાડી આશા વર્કરોએ પણ વેતન વધારા મુદ્દે કલેકટરને આપ્યું આવેદન

પડતર માગણીઓ સંદર્ભે જિ.પં. આરોગ્ય કર્મીઓના ગ્રેડ પે જૂની પેન્શન યોજનાની માગણી મુદ્દે લડત ચાલી રહી છે. સરકાર સામે કર્મચારી સંગઠનો મેદાને પડયા છે અને રેલી તેમજ દેખાવોના રોજ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજનાના અમલ માટે દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આંગણવાડી વર્કરોએ પણ વેતન વધારાની માગણી સાથે કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પોતાની માગણી સંદર્ભે તા.8 થી ચાલી રહેલી અચોક્કસ મુદ્દતની હડતાલમાં કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. આજે જિલ્લા પંચાયત ખાતે કર્મચારીઓએ કોરોનામાં અવસાન પામેલા હેલ્થ વર્કર નયનભાઈ મકવાણાને શ્રદ્ધાંજલી પાઠવવા સાથે દેખાવો કરીને કલેકટર અને ડી.ડી.ઓ.ને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં ગ્રેડ પે આપવા તેમજ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટે માગણી દોહરાવવામાં આવી હતી. આરોગ્ય કર્મચારી મંડળના અગ્રણી અશોકભાઈ જોશીએ કહયું હતું કે, સરકારે હજુ કોઈ ખાતરી લેખીતમાં આપી નથી તેથી અમારી લડત ચાલુ રહેશે. અમે આજે કલેકટરને પણ આવેદન પાઠવ્યું હતું.

દરમિયાન આજે ભારતિય મઝદુર સંઘ સાથે જોડાયેલી આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પણ લઘુતમ વેતન ધારા પ્રમાણે પગાર ચૂકવવાના અને સળંગ નોકરી ગણવા સહિતના પ્રશ્ને કલેકટરને આવેદન પાઠવીને માગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.