ભાવનગરના રૂપાવટી ગામે ધીંગાણું: મોબાઈલ બાબતે થપકો આપવા ગયેલા શખ્સો પર છરી વડે હુમલો, યુવકની હત્યા

0
49

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે પારિવારીક મન દુ:ખમાં છરી વડે હુમલામાં પ્રૌઢની હત્યા અને તેના પુત્રો તેમજ ભત્રીજાની ગંભીર ઇજા પહોંચાડવામાં પિતા અને પુત્ર સહિત ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગારિયાધાર નજીક આવેલા રૂપાવટી ગામે રહેતા રમેશભાઇ ગીગાભાઇ ઉનાવા નામના 40 વર્ષીય યુવાન અને તેના ભત્રીજા કનુભાઇ, દિનેશભાઇ અને પુત્ર કૌશિકભાઇ ઉપર કુંટુંબિક દેવરાજ જીણા ઉનાવા, જીતુ દેવરાજ ઉનાવા, રાજુ દેવરાજ ઉનાવા અને વિપુલ બીજલ ઉનાવાએ છરી વડે હુમલો કરતા રમેશભાઇનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.આ બનાવમાં પોલીસે મૃતક રમેશભાઇના ભાઇ ગોરધનભાઇ ઉનાવાની ફરિયાદ પરથી દેવરાજ ઉનાવા તેનો પુત્ર જીતુ ઉનાવા રાજુ ઉનાવા અને તેનો ભત્રીજો વિપુલ બીજલ ઉનાવા સામે ગુંનો નોંધ્યો.

પોલીસની પ્રાથમિક તપાશમાં મૃતક રમેશભાઇ અને કુટુંમ્બીભાઇ દેવરાજ ઉનાવા વચ્ચે પારિવારીક મનદુ:ખ ચાલતું હોય જેમાં દેવરાજનો પુત્ર જીતુ અને મૃતકનો પુત્ર કૌશિક વચ્ચે મોબાઇલ બાબતે બોલાચાલી થયેલી જે બાબતે રમેશભાઇ તેના પુત્રો અને ભત્રીજો સાથે ઠપકો આપવા ગયા ત્યારે થયેલી ઉગ્ર બોલાચાલીમાં મામલો બિચકતા દેવરાજ ઉનાવા તેના બે પુત્ર સહિત ચાર શખ્સો છરી સાથે ચૂટી પડ્યા હતા અને બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે ગુંનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here