- ઓમાનવાલા જૈન ભોજનાલયના દશાબ્દી વર્ષની ઉજવણી સતત 10 વર્ષથી સેવારત શશીકાંત વોરાની સેવાને બિરદાવી
નાગરદાસ મનજી શાહ વ.સા. ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે જયાબેન નાગરદાસ શાહ, ઓમાનવાલા જૈન ભોજનાલયના દશાબ્દી વર્ષ સ્નેહ મિલનમાં નિશ્રા પ્રદાતા પૂ. ધીરગુરુદેવે જણાવેલ કે, સંસ્થાના કાર્યકરો અને દાતાઓએયાદ રાખવું જરુરી છે કે દેનાર કરતાં લેનાર મહાન છે. જો લેનાર ન હોય તો દેનારને લાભ ના મળે, કોઇકે કહ્યું છે કે જો બાત દવા સે નહી હોતી વો દુઆસે હોતી હૈ, કાબીલ ગુરુ જબ મિલતે હૈ તો બાત ખુદા સે હોતી હૈ
ર1 જાગનાથ પ્લોટમાં 1984 થી નાગરદાસભાઇ શાહની ભાવનાનુસાર ભામાશા રમણીકભાઇ, નવીનભાઇ અને રમેશભાઇના શાહ જરુરીયાત વાળા જૈનો માટે માત્ર 1 રૂપિયામાં ભોજન અને રોજના ર રૂપિયામાં બે ટાઇમ ભોજનની શરુઆત કર્યા બાદ 10 વર્ષ પૂર્વે ભોજનાલયનું નૂતનીકરણ કરાયું હતું. ત્યારથી રસિકલાલ એમ. ધારીવાલ ટિફીન
યોજનાનો શુભારંભ કરવામાં આવેલ.
સેટલર્સ અનિલ શાહ ઓમાનવાલાએ સહુને આવકાર્યા બાદ પ્રમુખ અશ્ર્વીન કુંભાણીએ સંસ્થાની ગતિ વિધી જણાવી હતી અને મહાવીર ભવન હોલના નિર્માણની પ્રસંશા કરી એજયુકેશન માટે સમાજને આગળ વધવા ભાવ પ્રદર્શિત કરી જૈન બોડીંગમાં વર્ષો પૂર્વે થાળી, વાટકા, ગ્લાસ લઇને સંઘજમણમાં લાડુ, ગાંઠીયા, ચણા સંભારોના સુપર મેનુની વાત કરી એકતાને બિરદાવી હતી.
ભોજનાલયમાં 10 વર્ષથી સેવારત બેંકના નિવૃત મેનેજર અને મંત્રી શશીકાંત આર. વોરાની સેવાને બિરદાવી સંસ્થાવતી અશ્ર્વિન કુંભાણી, હરેશ વોરાએ મોતીની માળાથી સન્માનીત કર્યા બાદ ઓમાનવાલા પરિવારના અનિલ, મીરા, ચેતન-સોનલ, પરેશ શાહ અમિત શાહે મોમેન્ટો અર્પણ કરેલ.
પૂ. સ્મિતાજી મ.સ.એ કાટકોલાના વતની અને ઓમાન (મસ્કત)માં વસતા નાગરદાસ મનજી શાહ પરિવારની સખાવતને બિરદાવી હતી.
રાજકોટમાં ઓમાનવાલા ઉપાશ્રય (રોયલ પાર્ક) અને ઓમાનવાલા ભોજનાલય, ઓમાન વાલા, સરસ્વતી માઘ્યમિક વિદ્યા મંદિર અને પૂ. ભાગ્યવંતાજી મ.સ.ના સંથારા પ્રસંગે સાધર્મી ભકિત વગેરે અનુદાનને યાદ કરેલ.
શશીકાંત વોરાએ સહુ પ્રત્યે સદભાવના દર્શાવી મિચ્છામી દુકકકડ કરેલ. મીરા અનિલ શાહે આભાર વિધી કરેલ.
અતિથિ વિશેષ ડો. દર્શિતા શાહ, મહેન્દ્ર વી. વોરા, જગદીશ ભીમાણી, ઇન્દુભાઇ બદાણીનું મોમેન્ટોથી અભિવાદન કરાયું હતું. ટ્રસ્ટી મંડળે સહુનો ઋણ સ્વીકાર કરેલ.