ઢોલીવુડ ફરીથી અનેક ફિલ્મોના આગમન સાથે ધમધમી ઉઠશે

ગુજરાતી સીને જગતનો ફરીવાર પેલ્લો દિવસ તો જાણે “છેલ્લો દિવસ” પછી ઉગ્યું હોય એવું પ્રતીત થઇ રહ્યું છે. ત્યારે હાલના સમયમાં કોવિદ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસટ્રી ફરી પાછું ધમધમવા પુરી તૈયારીમાં જ છે. આગામી દિવસોમાં અનેક ગુજરાતી ફિલ્મ આવી રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અલગ અલગ ફિલ્મના પ્રકાર જેમકે સસ્પેન્સ થ્રિલર અન્ય એવા ફિલ્મના પ્રકારો પાર કામ કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં એનેટરટેન્મેન્ટથી ભરપૂર અને જેના માટે ગુજરાતી ફિલ્મ્સ પ્રખ્યાત છે એટલે ફેમિલી કોમેડી ફિલ્મ “ધન ધતુડી પાટતુડી” આગામી દિવસો આવી રહી છે.

જેનું ટીઝર ગણેશ ચતુર્થીના દિવસે જ રિલીઝ થયું છે ત્યારે આ ફિલ્મના અભિનેતા હેમાંગ દવે ઇન્સ્ટાગ્રામ પાર ટીઝર પોસ્ટ કરતા લખ્યું હતું કે “ટ્રેલર ઓર પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત” દર્શકો તો જાણે અત્યારથી જ ખુબ ઉત્સાહી હોય એવું પ્રતીત થઇ રહ્યું છે.

ચેતન દૈયા એવા જ એક અભિનેતા છે જેમણે માત્ર બહુવિધ ભૂમિકાઓ સાથેના પ્રોજેક્ટ્સ પર જ અભિનય નથી કર્યો પણ ઉદ્યોગમાં વાજબી પ્રમાણમાં કામ પણ કર્યું છે. અભિનેતાએ તાજેતરમાં જ તેની આગામી કોમેડી ફિલ્મ ’ધન ધતુડી પાટુડી’નું શૂટિંગ પૂર્ણ કર્યું. સંજયસિંહ ચૌહાણ, જ્હાન્વી ચૌહાણ, ચેતન દૈયા, હેમાંગ દવે, આકાશ ઝાલા, જીતેન્દ્ર ઠક્કર, રિધામ ભટ્ટ, અને ઉર્વશી હરસોરા અને અન્ય કલાકારો

ચેતન દૈયા વધુમાં જણાવે છે કે આ ફિલ્મ એક બેનર હેઠળ ગુજરાતના બહુ-પ્રતિભાશાળી કલાકારોની રંગબેરંગી મેડલી રજૂ કરે છે. આ ફિલ્મ માટે આટલી મોટી કાસ્ટ સાથે કામ કરવું ખૂબ જ સરસ હતું. સની કુમાર દ્વારા નિર્દેશિત અને લખાયેલ આ ફિલ્મ મારા પ્રિય પ્રગ્નેશ મલ્લી દ્વારા બનાવવામાં આવી છે. સુંદર સંગીત મૌલિક મહેતા અને અનવર શેખે લખ્યું હતું  જણાવે છે કે તેઓ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના શૂટિંગ દરમિયાનતો તેમનો અનુભવ અલગ જ રહ્યો હતો અને શૂટિંગ દરમિયાન ઘણું શીખવા પણ માંડ્યું કારણકે હતું કારણ કે એક જ છત નીચે ઘણા કલાકારો સાથે વાતચીત કરી સાથે કામ કર્યું છે.

આ ફિલ્મના ડિરેક્ટર સુન્ની કુમાર પારેખ તો ડી.ઓ.પી જગમિન્દર હુન્ડલ છે અને આ ફિલ્મની સ્ટાર કસ્ટમાં જીતેન્દ્ર ઠક્કર, હેમાંગ દવે, આકાશ ઝાલા, ચેતન દરિયા સહિતના અનેક કલાકારોની કારકિર્દીથી ભરપૂર રહેશે આ ફિલ્મ.