Abtak Media Google News

આઇપીએલમાં ચેન્નઇ સુપર કીંગ્સનો મુખ્ય આધારસ્તંભ મહેન્દ્રસિંહ ધોની: વોટસન

ભારતીય ક્રિકટર અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એવા મહેન્દ્રસિંહ ધોનીના સૌ કોઇ ફેન છે. ક્રિકેટરો પણ તેમની રમવાની આવડત  અને કૌશલ્યની પ્રભાવિત છે ઇન્ડીયન પ્રીમીયર લીગ (આઇપીએસ)માં ચેન્નાઇ સુપર કીંગ્સના ઓલ રાઉન્ડર ફીકેટર સેન વોટસેને ૪૩૮ રન કર્યા છે.  જેમાં એક સદી અને બે અર્ધસતક સામેલ છે. વોટસને છ વિકેટ પણ લીધી છે. વોટસને મહેન્દ્રસિંહ ધોનીની પ્રસંશા કરતા કહ્યું છે કે ધોનીની મગજ શકિત અદભુત છે.

ક્રિકેટ આમ તો નિહાળવામાં શારીરિક રમત લાગી પરંતુ વાસ્તીવિકમાં ક્રિકેટએ માનસીક રમત છે. માઇન્ડની રમત છે આ મુદ્દે સેન વોટસેને કહ્યું કે મહેન્દ્રસિંહ ધોની રમતને તેના મગજ દ્વારા સારી રીતે જાણી અને સમજી શકવામાં અદભુત કૌશલ્પ ધરાવે છે. ક્રિકેટના મેદાન પર એક બેટસમેન તરીકે શું કરવું ? બોલર તરીકે શું કરવું ? એ એમ.એસ. ધોની સારી રીતે જાણે છે.

સેન વોટસેને કહ્યું કે, આવા અદભુત ખેલાડીઓ સાથે રમવાનો મારો અનુભવ ખુબ ઓછો છે પણ એમ.એસ. ધોની સાથે રમી મે મારો અનુભવ વધુ મજબુત કર્યો છે.

જણાવી દઇએ કે, ચેન્નઇ સુપર કીંગ્સ તરફથી રમી રહેલા સેન વોટસેન ઓસ્ટ્રેલીયાનો ક્રિકેટર છે. તે આ અગાઉ રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જસ બેગ્લોરનો એક હિસ્સો હતો અને ૨૦૦૮ ના આઇપીએલ મેચમાં રાજસ્થાન રોયલની તરફથી રમી આઇપીએલ-૨૦૦૮ જીત્યા હતા હવે ચેન્નાઇ સુપરકીગ્સ ને જીતી બીજી ટ્રોફી મેળવવાનો લક્ષ્યાંક છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.