ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચી હરિચરણ સ્વામીનો એક વીડિયો વાયરલ થતા હંગામો સર્જાયો છે. વીડિયોમાં આ સ્વામી એક સગીર યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોવા મળે છે. આ વીડિયો દસ મહિના પહેલાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોવાતા સગીર યુવકને ફરેણી ગુરુકુળનો વિદ્યાર્થી ગણવામાં આવી રહ્યો છે. જો કે, જેતપુરના ફરેણી સ્વામિનારાયણ મંદિરના સંચાલકો આ વીડિયોને 8-9 મહિના જૂનો ગણાવી રહ્યા નો દાવો કરી રહ્યા છે.
View this post on Instagram
વીડિયો સામે આવ્યા બાદ, સ્વામી હરિચરણને પદભ્રષ્ટ કરી દેવાયા હોવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે સાધુને સંસારમાં પાછા મોકલી દેવામાં આવ્યા હોવાનું સંપ્રદાય દ્વારા કહેવામાં આવ્યું છે.
સંચાલક મંડળે મીડિયાને જણાવ્યું કે, આ મામલો બહુ જૂનો છે.ટ્રસ્ટી મંડળની બેઠક બોલાવી આ સાધુને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી દૂર કરી દેવાયો છે.