- પૂર્વ પોલીસ કર્મચારી ભરત શેખવાને દુષ્કર્મના કેસમાં કસુરવાર ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારાઈ
- 2021માં ભોગ બનનારની માતા એ પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા ને નોંધાવી હતી ફરિયાદ
- આરોપી વિરુદ્ધ પુખ્તા સબુત એકત્રિત કરી આરોપીને કસુરવાર સાબિત કરાયો
ધોરાજીના મહેરબાન એડિશનલ મેજિસ્ટ્રેટ એ પૂર્વ પોલીસ કર્મચારી ભરત મગન શેખવાને દુષ્કર્માના કેસમાં કસુરવાર ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારાઈ છે. 2021માં આરોપીએ બદકામની માંગણી કરી હતી, તેમજ આ બનાવને લઈ ભરત મગન શેખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીના ચાર્જ હતા. ત્યારે અદાલતે ભોગ બનનારની અને તેની માતાની જુબાની અને અન્ય શાહેદો સાયન્ટિફિક એપ્રોચથી થયેલી તપાસને ધ્યાને લઈ આરોપીને કસુરવાર ઠરાવ્યો હતો. આ તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોક્ષો જજ અલી હુસેન મોહીબુલા શેખે આરોપીને સજા ફટકારી હતી.
બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની માતાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આવી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ એ જાડેજા રૂબરૂ ફરિયાદ લખાવેલી હતી કે તેમની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ આચરેલ છે તારીખ 29 3 2021 ના આરોપી વાડીએ આવી અને બદ કામની માંગણી કરી હતી, તે અંગે ફરિયાદ થતાં ભોગ બનનારના પિતા ભોગ બનનાર અને ફઈબા અને આરોપી જૂથના પરિવારજનો સાથે મારામારી થયેલી હતી. જેની તપાસ હકુમતસિંહ જાડેજા એ પોતે કરેલી હતી અને મુદત હરોળ ચાર્જશીટ કરેલું હતું.
આ ચાર જ સીટમાં આરોપી ભરત મગનભાઈ શેખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીના ચાર જતા તથા તેમના પરિવારજનો વિરુદ્ધ મારામારીના ચાર જ હતા. તે ટ્રાયલ ચાલી જતા નામદાર અદાલતે ભોગ બનનાર ની જુબાની તેની માતા ની જુબાની અને અન્ય શાહેદો સાયન્ટિફિક એપ્રોચ થી થયેલી તપાસ ને ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવેલ હતા. ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં જણાવેલ હતું કે આરોપી તેને ઘેનની ગોળી આપતો અને ઘરના બધા લોકોના જમવામાં તે ગોળી ભેળવવાનું કહેતો હતો. ત્યારબાદ તે આવી અને ધરારીથી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરતો. આવા સંજોગોમાં આંખો બનાવો બનેલો હતો. સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મ પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી, આરોપી તરફથી પોતે ધોરાજી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હોય તે વગનો પણ દૂર ઉપયોગ કરેલો હોય આ તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોક્ષો જજ શ્રી અલી હુસેન મોહીબુલા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને કસુરવાર ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે.
અહેવાલ : કૌશલ સોલંકી