Abtak Media Google News

ધોરાજી મા મહાત્મા ગાંધીજી ના ચશ્મા ગાયબ ધોરાજી ના ત્રણ દરવાજા નજીક આઝાદ ચોક ખાતે આવેલ દેશ ના રાષ્ટ્રપિતા અને દેશ ને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્ત કરનાર   એવા રાષ્ટ્ર પિતા ગાંધીજી ની પ્રતિમા સ્થાપિત કરવામા આવેલ છે પણ તંત્ર ની ઘોર બેદરકારી ને કારણે અવારનવાર ગાંધીજી ના ચશ્મા ગાયબ થઇ જાય છે પણ મુક પ્રશક બની ને જોવા સિવાય કોઈ કામ કરતુ નથી અને ગાંધીજી ના ચશ્મા ગાયબ થઇ ગયા હોય તેવો ચોથો બનાવ બન્યો ત્રણ દિવસ અગાઉ ધોરાજી ના આઝાદ ચોક અને નગરપાલિકા ની એકદમ નજીક આવેલ ગાંધીજી ની પ્રતિમા સ્થાપિત કરેલ છે

તેના ચશ્મા ગાયબ થઈ ગયા હતા ત્યારે તાત્કાલિક ચશ્મા પહેરાવી દિધેલ અને બે દિવસ બાદ ફરી ગાંધીજી ના ચશ્મા ગાયબ થઇ ગયા ત્યારે ગાંધીજી ના ચશ્મા ગાયબ થયા નો સિલસિલો યથાવત જોવા મળેલ તંત્ર દ્વારા કેમ નક્કર કોઈ પગલા લેવા આવતા એ પણ મોટો પ્રશ્ન છે ગાંધીજી ના ચશ્મા ગાયબ કરનાર વ્યક્તિ ને શોધી તેની સામે કાયદેસર ની કામગીરી કરવી જોઈએ જેથી આવુ કૃત્ય આચરનાર કડક સજા થવી જોઈએ અને ધોરાજી ની શાન્તિ ડોળવાનો પ્રયત્ન કરનાર આવુ કૃત્ય ન કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.