Abtak Media Google News

પાટણવાવ પોલીસમાં 11 શખ્સો સામે બે હજારના દરની નકલી નોટનો કૌભાંડનો પર્દાફાશ કર્યો‘તો

 

Img 20220630 Wa0121ઘોરાજી સેશન્સ કોર્ટ દ્વારા રૂપિયા બે હજારની જાલીનોટ છાપી વટાવવાના ગુન્હાના ચકચારી કેસમાં આરોપીને ડિસ્ચાર્જ કરી બીન ત્હોમત છોડી મુકવા હુકમ કર્યો છે.રાજકોટ એલ.સી.બી. દ્વારા ધોરાજી પંથકમાં દરોડા પાડી જાલીનોટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 11 આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાલી તેમજ રાજકોટ એસ.ઓ.જી.શાખા દ્વારા તપાસ કરી ચાર્જસીટ રજુ કરેલો, આ કેસ ધોરાજી એડી.ડિસ્ટ્રી. એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા-11 આરોપીઓ પૈકીના ભાવેશ ભોજાભાઈ કોડીયાતર (રહે, વેગડી વાળા) ના બચાવ પક્ષે ધોરાજીના ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડીયા દ્વારા આરોપી તરફે ડીસ્ચાર્જ અરજી રજુ કરવામાં આવેલુ અને બચાવ પક્ષે આરોપી વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરી કેસ ચલાવવા પુરતો પુરાવો ન હોય, આરોપીનો જાલીનોટ છાપવામાં કોઈ રોલ ન હોય કે આરોપી પાસેથી કોઈ જાલીનોટ કબ્જે થયેલના હોય.

ઉચ્ચ અદાલતના સિધ્ધાંતો ટાંકી ધારદાર રજુઆત કરવામાં આવતા બચાવ પક્ષની રજુઆત સાથે સંમત થઈ ધોરાજીના એડી.ડિસ્ટ્રી.એન્ડ સેશન્સ જજ આર.એમ.શર્મા દ્વારા આરોપી ભાવેશ ભોજાભાઈ કોડીયાતરને આ કેસમાંથી ડીસ્ચાર્જ કરતો હુકમ ફરમાવેલો છે. આ કામમાં આરોપીના બચાવ પક્ષે ધોરાજીના ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડીયા તથા જયદિપ ટી. કુબાવત રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.