ધોરાજી: પ્રાથમિક સુવિધા પ્રશ્ને પાલિકા કચેરીએ ધસી આવતા જમનાવડ-સંજયનગરના રહેવાસીઓ

રજુઆત છતાં આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો જલદ વિરોધ પ્રદર્શનની મૌખિક ચીમકી

ધોરાજીમાં પ્રાથમિક સુવિધા પ્રશ્ર્ને પાલિકા કચેરી ખાતે જમનાવડ અને સંજયનગરના રહેવાસીઓ ધસી આવ્યા હતા. અને આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો જલદ વિરોધ પ્રદશનની મૌખિક ચીમકી ઉચ્ચારી હતી.

ધોરાજી નાં જમનાવડ રોડ અને સંજય નગર વિસ્તારમાં રહેતા લોકો ને નગરપાલિકા દ્વારા અપાતી સુવિધા ઓ થી જેવી કે રોડ રસ્તા ઓ સાફ સફાઈ અને પીવા નાં પાણી ના પ્રશ્ન ને લઈને અને ભૂગર્ભ ગટર યોજના નો લાભ હજું સુધી મળ્યો નથી જેથી સંજય નગર સ્થાનીક મહીલા ઓ પુરુષો અને બાળકો આજરોજ ધોરાજી નગરપાલિકા કચેરી માં પોતાની પડતર માંગો લઈને અને રજુઆત કરવા માટે પહોંચી હતી અને મહીલા ઓ નું કહેવું એવું છે કે આ બાબતે અમે ઘણી વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી જેથી આજરોજ ફરી મહીલા પુરૂષો દ્વારા ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે રજુઆત કરવામાં માટે આવ્યા હતા પણ લોકો નું સાંભળવાળુ કોઈ દેખાયુ ન હતી આગામી દિવસોમાં જો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવેતો જલદ રીતે વિરોધ પ્રદર્શન કરીશું તેવું મૌખીક જણાવેલ હતું