Abtak Media Google News

ધોરાજી માં આવેલ ફટાકડા નાં ઘણા સ્ટોલ કે ઘણી દુકાન વગર મંજૂરી એ ચાલી રહી છે તથા સેફ્ટી અને આગ રહીત સાધનો ની અછત જોવા મળેલ અને તંત્ર કુંભ કર્ણ ની નિંદ્રા માં મોટી ઘટના બને તેની જોતાં જવાબદારો 

ધોરાજી દિવાળી નાં પવિત્ર તહેવાર નિમિતે ધોરાજી માં ફટાકડા નું વેચાણ શરૂ થઈ ચુક્યુ છે ત્યારે ધોરાજી માં આવેલી ફટાકડા વેચાણ ની દુકાન કે સ્ટોલ ની તો મંજૂરી પણ ન મળી હોય અને ઘોમ વેચાણ ધોરાજી ખાતે શરૂ પણ થઈ ગયું છે કોઈ પણ જાતની દુકાન કે સ્ટોલ માં આગ રહીત સાધનો પણ જોવાં મળતાં નથી જો કોઈ પણ જાતની નાની મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે મુખ્ય પ્રશ્ન છે ત્યારે ધોરાજી નાં મુખ્ય માર્ગ ઉપર ફટાકડા નાં વેપાર ઓ ફટાકડા નાં વેચાણ માટે બેસી ગયા છે મુખ્ય માર્ગ ઉપર ગેસ કે સીએનજી વાળાં વાહનો પસાર થતાં હોય છે ત્યારે દુર્ઘટના સર્જાવાની શક્યતા પૂરેપૂરી હોય છે તારીખ ૩૦/૧૦/૨૦૧૮ સુધી માં મોટીમારડ અને ધોરાજી સહિત કુલ ૧૬ હંગામી ધોરણે ફટાકડા વેચાણ લાયન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે અન્ય જે ફટાકડા નાં વેચાણ કરતાં સ્ટોલ નાં રાફડો ફાટ્યો છે અને જે હંગામી ધોરણે ફટાકડા વેચાણ લાયન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે તે અને બીજા ઘણા ફટાકડા નાં સ્ટોલો બેરોકટોક ફાયર સામે રક્ષણ નાં સાધનો સિવાય ધમધમતા નજરે ચડ્યા હતાં ફટાકડા નાં સ્ટોલ કે દુકાનો પર તંત્ર ની મીઠી નજર હેઠળ ધમધમતા હોય તેવું લાગે છે કે પછી તંત્ર ને પગલાં ભરવામાં કોની લાજ શરમ આડી આવે છે તેવો પ્રશ્નો એ બુદ્ધિજીવો ઓમાં ચર્ચા જગાવી છે.

0રહેણાંક વિસ્તારના ભીડ ભાડ વિસ્તારમાં પણ ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બે રોકટોક ફટાકડા વેચાણ થઈ રહયું છે તથા ફટાકડા નાં જથ્થો પણ મર્યાદિત માત્રા માં હોય હોય તેનાથી પણ વધારે અસંખ્ય ગણો ફટાકડા નાં જથ્થો હોય છે અને નિયમો નું સરે ચોક ઉલંઘન થઈ રહયું છે અને તંત્ર ને ખુલ્લો પડકાર ફેંકી રહયાં છે અમુક ફટાકડા નાં વેચાણ કરતાં વેચાણ કારો કેટલાં ફટાકડા સ્ટોલ આગ અકસ્માત સામે સાવચેતી માટે વિમો ઉતરાવેલ છે તથા અગ્નિશામક સાધનો વસાવેલ છે કે કેમ લાયન્સ અંગે ની અન્ય શરતો નુ ચૂસ્તપણે પાલન થાય છે કે નહીં તે પણ કોઈ ને જોવા ટાઈમ મળતો નથી ફટાકડા વેચાણ સ્થળે નું ઈલેક્ટ્રીક વેરીફીકેશન પ્રમાણ પત્ર સરકાર માન્ય છે કે નહીં તેવો કોઈ પણ પ્રકારનો સમય જ નથી ફટાકડા ની દુકાન કે સ્ટોલ માં ટ્યૂબ લાઈટ કે હેલોજન કે બલ્બ લગાડવાની મનાઈ છે તેમ છતાં લગાડ્યા છે કેમ ૧૦ × ૧૦ માપની દુકાન માં ડી સી પી પ્રકાર નો છ કીલો એક વાયર એક્ષટીગયુસર ૧૦૦ લીટર પાણીનો બેરલ તથા ૨ રેતી ડોલ ફરજિયાત પણ રાખવામાં આવેલ છે કેમ…! આવી બધી બાબતોમાં ને નેવે મૂકીને ફટાકડા વેચાણ કારો પોતાની મનમાની કરી રહયાં છે પણ જવાબદાર તંત્ર ખરેખર કુંભ કર્ણ ની ચીર નિંદ્રા માં સુતેલા છે હંગામી ધોરણે ફટાકડા વેચાણ લાયન્સ ઈશ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ એક પશ્ર છે ઘણા મોટા સ્ટોલો તો રામભરોસે ચાલી રહયાં છે.

11સહકારી માળખાંની એક બિલ્ડીંગ માં પણ એવી ચર્ચા એ જોર પકડ્યું છે આ સહકારી મારખા માં ફટાકડા નું વેચાણ કરવાની પરવાનગી કોણે અને શું કામે કરવામાં આવી રહયું છે અને મોટી ઘટના બનશે ત્યારે કોની જવાબદારી રહેશે આમ તંત્ર ની મીઠી નજર હેઠળ ધમધમતા હોય ફટાકડા નાં વેચાણ કરવામાં આવી રહયાં છે અને આ તકે મામલતદાર શ્રી નો સંપર્ક સાંધતા એઓ એ જણાવેલ કે જે કાંઈ પણ મારી જવાબદારી માં આવતું હોય તે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે પુર્ણ કરી લીધી છે હવે જે કાંઈ પણ વધું માં જે પાવર્સ છે તો અધિકારી ઓ પણ એકબીજાને ખો આપી રહયાં છે પોતપોતાની જવાબદારી માથી છટકી રહયાં છે.

12

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.