- મહિલા પ્રમુખોની વરણીબદલ અભિનંદન પાઠવી નારી શકિતને વંદન કરતા કેન્દ્રીય મંત્રી ર્ડા.મનસુખ માંડવિયા
ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર પાલિકામાં મહિલા નેતૃત્વની ભાજપની ભેટને આવકારી છે, મહિલા પ્રમુખોની વરણીને અભિનંદન પાઠવ્યા છે. તેઓ જણાવે છે કે મારા મત વિસ્તારમાં લોકોએ ફરી ભાજપમાં વિશ્વાસ રાખ્યો છે. આ માટે ધારાસભ્ય તરીકે હું ફરી મતદારીનો આભાર વ્યક્ત કરું છું.
તાજેતરમાં નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમત સાથે વિજય બની હતી, જેમાં નવ નિયુક્ત સાશકોની નિયુક્તિ માટે ભાજપ દ્વારા પદાધિકારીઓની મળેલ બેઠકમાં ત્રણેય પાલિકામાં પ્રમુખ પદે મહિલા ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવેલ છે
8 માર્ચના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ હોય અને એ પહેલા જ ભાજપા દ્વારા મહિલાઓને મોટી ગિફ્ટ આપવામાં આવેલ છે. ત્રણેય પાલિકામાં મહિલા પ્રમુખોની નિમણૂંક થતા ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહિલા સન્માન પ્રત્યેની કટિબદ્ધતા સામે આવેલ છે.મહિલા પ્રમુખોની નિમણૂંકને બિરદાવતા પોરબંદર સંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. માંડવીયા એ તમામ નવ નિયુક્ત પદા ધિકારીઓ ને અભિનંદન પાઠવતા જણાવેલ કે, પ્રજાભિમુખ અને સંપૂર્ણ પારદર્શક સાશન સાથે પ્રજાના કાર્યો કરી મોદીના વિકસિત ભારત ના સપના ને સાકાર કરવા આહાવન કરેલ છે. સાથેજ ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા એ પણ તમામ પદાધિકારીઓ ને અભિનંદન પાઠવત્તા નારિશક્તિ ને વંદન સહ અભિનંદન પાઠવી મોદીના મહિલા સન્માન પ્રત્યેની કટિબધતા ને દોહરાવી નારી શક્તિને ઉચ્ચ પદે બિરાજમાન કરતા દેશ અને પ્રદેશમાં મહિલાઓને સન્માન મળશે.આ સાથે જ ડો. પાડલીયાએ જણાવેલ કે પ્રજાએ મુકેલ પૂર્ણ વિશ્વાસ ને સાર્થક કરવા સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રજાના કાર્યો કરવા સાથે વિકાસના કાર્યો કરવા એ આપડી સંપૂર્ણ જવાબદારી છે જેના માટે વખતો વખત કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ મેળવી ક્ષેત્રના વિકાસમાં સંપૂર્ણ સહભાગી બની.
અતિવૃષ્ટિ સમયે ડો. પાડલીયાએ તેમના ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર સહિતના વિસ્તારમાં સતત પ્રજા વચ્ચે રહી તેઓની તકલીફને વાચા આપી હતી. તેમજ ખેડૂતોને થયેલી નુકશાનીનું વળતર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતાં.