ધોરાજીની સરકારી હોસ્પિટલ ફાયર વિભાગની બેદકારીથી એનઓસીથી વંચિત

શેઇમ.. શેઇમ.. તંત્રની જબરી લાપરવાહી

એનઓસી માટે એક વર્ષ અગાઉ અરજી કરાઇ છે

ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બીજા માળે ઉભુ કરવામાં આવેલ છે ને બીજા માળે કોઈ આગની ધટના બને તો હોસ્પિટલમાં હાઈડ્રન સિસ્ટમ અને સ્મોક ડિટેકટર નથી. ધોરાજી સરકારી હોસ્પિટલ દ્રારા છેલ્લા એક વર્ષથી અરજી કરી આપવામાં આવી છે પરંતુ ફાયર વિભાગ ની બેદરકારીને કારણે હજૂ સુધી એન.ઓ.સી તેમજ વિઝિટ લેવામાં આવી નથી.

 રાજકોટ જીલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવેલ જેમાં સરકારી હોસ્પિટલમાં ફાયરની એન.ઓ.સી આપવામાં આવેલ નથી. હોસ્પિટલ ત્રણ માળની છે. હાલની પરિસ્થિતિને જોવાં જઈએ તો કોવિડ સેન્ટર બીજા માળે ઉભુ કરવામાં આવેલ છે ને બીજા માળે કોઈ આગની ધટના બને તો હોસ્પિટલમાં હાઈડ્રન સિસ્ટમ અને સ્મોક ડિટેકટર નથી. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ૨૦ જેટલા ફાયર એસ્ટીન્યુસોલ રાખવામાં આવેલ છે આ હોસ્પિટલમાં સદનસીબે કોઈ મોટી જાનહાનીને પહોંચી વળવા માટે ૨૦ ફાયર એસ્ટીન્યુસોલ પણ ટૂકા પડે. ફાયર વિભાગની બેદરકારીને લીધે ૧ વર્ષથી વધારે સમય થયો હજૂ સુધી કોઈ પણ પ્રકારનુ ધ્યાન આપવામા આવ્યુ નથી. સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.