Abtak Media Google News

એક સંતાનની માતાને પ્રેમ ઝાળમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યુ’તુ હિન્દુ યુવતીઓને પ્રેમ ઝાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના બનાવ અટકાવવા માટે સરકાર દ્વારા તાજેતરમાં જ લવ જેહાદ અંગે કાયદો અમલમાં લાવ્યા છે.

ત્યારે ધોરાજીની એક સંતાનની માતાને પરિણીત મુસ્લિમ શખ્સે ઇન્સટાગ્રામમાં ઇસ્લામ ધર્મના કલમા મોકલી મૌલવી પાસે લઇ જઇ ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યાની અને માતા-પુત્રીની હત્યા કરવાની ધમકી દઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ગુનામાં સંડોવાયેલા શખ્સને પોલીસે અંકલેશ્ર્વર પાસેથી ઝડપી લીધો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના રાધાનગરમાં રહેતા મહોમદ ઉર્ફે ડાડો ગની શમા નામના શખ્સે ધોરાજીની એક સંતાનની માતાને દોઢેક વર્ષ પહેલાં પ્રેમ ઝાળમાં ફસાવી રાધાનગરના મેદાનમાં અને અન્ય સ્થળે લઇ જઇ માતા-પુત્રીની હત્યા કરવાની ધમકી દઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની અને ધર્મ પરિવર્તન કરવા મૌલવી પાસે લઇ જઇ દબાણ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ સૌ પ્રથમ રાજકોટ જિલ્લામાં ગુનો નોંધાયો હતો.

મહોમદ ઉર્ફે ડાડો શમાએ હિન્દુ પરિણીતાને દોઢેક વર્ષ પહેલાં પરિચયમાં આવ્યા બાદ પોતે અપરિણીત હોવાનું જણાવી લગ્નની લાલચ દઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. મહોમદ ઉર્ફે ડાડોએ મોબાઇલના માધ્યમથી ઇન્સટાગ્રામ દ્વારા ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે કલમા મોકલ્યા હતા તેમજ મૌલવી પાસે લઇ જઇ બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યાનું પરિણીતાને તુ મુસ્લિમ બની ગયાનું કહી મહોમદ શમાએ પરિણીતાને મંદિરે ન જવા અને કપાલમાં ચાંદલો કરવાની ના કહી હોવાના ફરિયાદમાં આક્ષેપ કરાયા હતા.

ધોરાજીની હિન્દુ પરિણીતાને પ્રેમ ઝાળમાં ફસાવી મુસ્મિલ ધર્મ અંગીકાર કરવા અંગેની લવ જેહાદની ઘટના સામે આવતા હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મહોમદ ઉર્ફે ડાડો શમા સામે લવ જેહાદ અંગેનો ગુનામાં સંડોવાયેલા મહોમદ ઉર્ફે ડાડો ગની શમાને બાતમીના આધારે અંકલેશ્ર્વર પાસેથી પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.