ધ્રાંગધ્રા: દેવચરાડી ગામે 13 હત્યારાઓની ધરપકડ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે બે દિવસ પહેલા 13 શખ્સોના ટોળાએ સુરેશ ઉર્ફે જગદીશ અરજણભાઇ પરમાર નામના 38 વર્ષના યુવાનની હત્યા કરી હતી. જે ઘટનામાં પુરા ઝાલાવાડ પંથકમાં ધેરા પડઘા પડયા હતા. અને આરોપી ન ઝડપાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા યુવાનનો મૃતદેહ અગ્નિ સંસ્કાર  માટે રઝણી રહ્યો હતો.

હત્યાની ઘટનાના પગલે ન ફકત દેવચરાડી પરંતુ ધ્રાંગધ્રામાં પણ વેપારીઓએ બજાર બંધ રાખી હત્યારાઓ અને બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.જેના પગલે પીઆઇની બદલી કરી જવાબદાર જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સનસનીખેજ હત્યાના બનાવમાં 40 કલાક બાદ પોલીસે તમામ 13 આરોપીઓને દબોચી લેતા પરિવારજનોએ સુરેશ ઉર્ફે જગદીશ પરમારના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી અગ્નિ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો છે.