ધ્રાંગધ્રા: ગાજણાવાવ ગામે રૂ.12,400ના દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા  પોલીસ મથકના  હેડ કોન્સ્ટેબલ એ.ડી. ડોડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન  મળેલી બાતમીનાં આધારે પોલીસે ગાજણાવાવ ગામમાં દરોડો પાડયો હતો.

જેમાં ગાજણાવાવ ગામમાં રહેતા રોહિત પ્રભુ કુરીયા નામના શખ્સને રૂ.12,400ની કિંમતના 124 વિદેશી દારૂના ચપલા સાથે દબોચી લીધો હતો. પોલીસે  રોહિત કુરીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.