ધ્રાંગધ્રા: ૩ કરોડની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ: સ્કીમના નામે ઠગાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આર.બી.આઈ. માન્ય યુવાનિધિ કમ્પની બેંક ખોલીને અલગ અલગ રીતે લોભામણીમાં ગાહકોને ફસાવીને છેતરપીંડી કરી લોકોના ૩ કરોડ થઈ પણ વધુ રકમની ઉઠાંતરી ગાહકો એ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ૯ અધિકારીઓ ઉપર ફરિયાદ નોંધાવમાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર જોવા જઈએ તો મોટી બેંક અને નેશનલ પ્રાઇવેટ સેકટર બેન્કો દ્વારા વ્યાજ દરની રેશિયો ખૂબ ઓછો હોય છે જ્યારે યુવા નિધિ કંપ્ની જેવી પ્રાઇવેટ બેંકો ગાહકોને આકર્ષવા માતે લોભામણીમાં ફસાવવા માટે મોટા વ્યાજની આશાઓ આપી લોકો સાથે છેતરપીંડી આચરે છે જ્યારે ધ્રાંગધ્રા શહેર માં અને અનેક શહેરો માં યુવાનિધિ બેન્કના નામે આ પ્રાઇવેટ કમ્પની દ્વારા લોકોની મહેનતનું મહેતાની પુજી છીનવી રહી છે. ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા યુવાનિધિ કમ્પની માં ધ્રાંગધ્રા શહેર માં ૩૦૦વક્તિઓ ના નિવેદન લેવા આવી રહ્યા છે સાથે યોગ્ય તપાસ ના ચક્રો ગતિમાન કરવા માં આવ્યા છે બેંકો ના નામે લોકો ના ૩ કરોડ નું ફુલેકુ ધ્રાંગધ્રા શહેર માં ફેરવ્યું હતું.