ધ્રાંગધ્રાં: તળાવમાં ડુબી જતાં  એક સાથે પાંચ બાળકોના મોત

ધ્રાંગધ્રાં તાલુકાના મેથાણ અને સરવાર ગામ વચ્ચેથી પસાર થતી તળાવમાંથી એક સાથે ચાર બાળકી અને એક બાળકના મૃતદેહ મળી આવતા ચારેયના વાલી વારસની પોલીસે શોધખોળ હાથધરી છે. પાંચેય મૃતક તળાવમાં ન્હાવા પડયા બાદ ઉંડા પાણીમાં ગરક થયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

ચાર બાળકી અને એક બાળક કેનાલના ઉંડા પાણીમાં ગરક થતાં પરિવારમાં શોક

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેથાણ અને સરવાર ગામેથી પસાર થતી તળાવમાંથી પાંચ મૃતદેહ તરતા હોવાની પોલીસને જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડના તરવૈયા સાથે ઘટના સ્થળે પહોચી તળાવમાંથી ચાર બાળકી અને એક બાળકના ગ્રામજનોની મદદથી બહાર કાઢયા છે.

મૃતદેહની ઓળખ મેળવવા ધ્રાંગધ્રાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે. મૃતકની ઓળખ મળ્યા બાદ પાંચેય બાળકો કંઇ રીતે ઉંડા પાણીમાં ગરક થયા તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો કહી રહ્યા છે. તેમજ મરનાર આશરે 4,5,8 અને 9 વર્ષના હોવાનું પરપ્રાંતિય હોવાનું જણાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પાંચેય ન્હાવા પડયા હોવાના કારણે મોત થયા હોવાનું બહાર આવ્યું છે.