Abtak Media Google News

પ્રજાના અવિરત સહયોગથી રાજકારણીઓ સતા સ્થાને બીરાજમાન થઈ શકતા હોય છે. પાયાની સુવિધાથી વંચીત રહેલી ભોળી જનતા પોતાના પ્રશ્ર્નોનું નિરાકરણ કરશે તેવા હેતુથી ચૂંટણી દરમિયાન સાચા ભાવથી ખોબલે ખોબલે મત આપી નેતાને સતા સ્થાને બીરાજમાન કરે છે. પરંતુ‘રાત ગઈ સો બાત ગઈ’એ વાકયની જેમ અમૂક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ સતા સ્થાને બીરાજમાન થઈ એસી. ચેમ્બરની બહાર ડોકીયું પણ નથી કરતા ત્યારે આ ભોળીપ્રજાને અફસોસનો પાર રહેતો નથી.

આવી જ કાંઈક પરિસ્થિતિ ધ્રોલમા જાવા મળતી હોવાનું ચોરે અને ચૌટે ચર્ચાઈ રહ્યું છે. જોકે ગામ શહેર રાજય કે દેશના વિકાસ માટે સબળ વિરોધ પક્ષ પણ હોવો જરૂરી છે.તેમ રાજકીય નિષ્ણાંતો કહેતા આવ્યા છે. અને કહે છે. પરંતુ જયારે વિરોધ પક્ષના નેતાને જ પ્રજાના પ્રશ્ર્નો સાંભળવા નો સમય ન હોય એ ખૂબજ દુ:ખનીબાબત કહી શકાય આવુંજ કંઈક ધ્રોલ નગરપાલીકા વિરોધ પક્ષના નેતાનું હોવા અંગે જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ધ્રોલ નગરપાલીકાના વિરોધ પક્ષના નેતા કલ્પેશ હડિયલને પ્રજાના પ્રશ્ર્નો સાંભળવામા કંઈ રસ ન હોયતેમ લોકો પોતાના પ્રશ્ર્નોની રજૂઆત કરવા માટે રૂબરૂ મળવા જાય તો ‘સાહેબ નથી, સાહેબ મીટીંગમાં છે, સાહેબ કામમાં છે, જેવા ચવાયેલા શબ્દો સાંભળવા મળે અને આ નેતાનો ફોન પર સંપર્ક કરવામાં આવે તો ફોન ઉપાડવામાં આવતો નથી.

ધ્રોલ ખાતેનાં અબતકના પત્રકાર સંજય ડાંગરે પણ પ્રજાના પ્રશ્ર્નોની રજૂઆત કરવા માટે દસેક વખત ફોન કરવા છતાં એક પણ ફોન રીસીવ કરવામાં ન આવતા આ નેતા કયા સેટલમેન્ટમાં પડયા છે.તેવી શંકા કુસંકાએ જોર પકડયું છે. જો આમ જ થશે તો આગામી સમયમા વિરોધ પક્ષના આ નેતાએ પ્રજાનો રોષ સહન કરવાનો વારો આવે તો નવાઈ નહીં… એક કહેવત છે ને કે સમય સમય બલવાન હૈ, નહી પુરૂષ બલવાન, કાબે અર્જુન લૂંટીયા,વહી ધનુષ વહી બાણ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.