ધ્રોલ: કોઝવેમાં રીક્ષા બંધ પડતા તણાઈ ગયેલા ચાલકનું મોત: બેનો બચાવ

ધ્રોલ બે દિવસ પહેલા જોડીયા રોડ પર આવેલા વાગુદડીયા હોકળા ના પુલ પાસે અચાનક રીક્ષા બંધ પડીજતા ડાઈવર સહિત ત્રણ વ્યકિત ઓ તણાયા જેમાથી રીક્ષા મા બેઠા બે  વ્યકિત પોતાની રીતે તરીને નિકળી ગયા અને રીક્ષા ડ્રાઇવર ડુબી જતા તેમનુ મૂત્યુ થયુ હતુ…

મૃત્યુ પામનાર વિનોદ ઉર્ફ પીન્ટુ પાલાભાઈ શેખવા ઉ.મ. 21 રીક્ષાચાલક જોડીયા તાલુકાના ભીમકટા ગામ હતો જે પોતાના કુટુંબી ભાઇઓ સાથે ધ્રોલ ગેસ ભરાવવા માટે  ગયા હતા. અને પરત તેમના ગામ જતા હતા ત્યારે આઠ નાલા વાગુદડીયા વોકળાના કોઝ્વે ઉપરથી પસાર થતા હતા.

ત્યારે રીક્ષા પાણીમા બંધ થઇ જતા પાણીના વહેણમા રીક્ષા સાથે ત્રણેય જણા તણાય જતા તેમના બીજા બે કુટુંબી ભાઇઓ તરીને બચી ગયેલ પરંતુ મરણજનાર પાણીના વોકળામા તણાય ગયેલ હોઇ જેની લાશ બીજા દિવસ મળી હતી ધ્રોલ પોલીસ મૃતક નો પીએમ મોકલી દીધી આ બનાવ પરીવાર મા શોક નુ મોજુ ફરી વળીયુ હતુ..