Abtak Media Google News

કોરોના સામે સુરક્ષા માટે માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટનસ જાળવવું જેવા નિયમોનું પાલન કરવું ખૂબ અનિવાર્ય છે. આ માટે સરકાર, સ્થાનિક વહીવટી તેમજ પોલીસ તંત્ર સતત પ્રયત્નશીલ છે. પરંતુ ગાઈડલાઈનનો અમલ કરાવવા ઠેક ઠેકાણે પોલીસ દ્વારા દમન ગુજાર્યાના કેસ પણ સામે આવી રહ્યા છે. આવો જ કેસ જામનગરના ધ્રોલમાં પણ સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.

ધ્રોલમાં ગાંધી ચોકમાં આવેલ પી.એમ.આંગડીયા પેઢીમાં પોલીસ કર્મચારી મહિપતસિંહ સોલંકીએ  જઈ આંગડિયા પેઢીના માલિકના બનેવી દિગ્વિજયસિંહ ઝાલા કે તેઓ નગરપાલિકાના કર્મચારી છે તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી મહિપતસિંહ સોલંકીએ ગાળો ભાંડી ઢોરમાર માર્યો હોવાનું સામે આવતા વ્યાપારી સંગઠનોમાં ભારે રોષ ભભૂકયો ઉઠ્યો હતો. મામલતદારથી માંડી સરકાર સુધી રજૂઆત કરાતા અંતે SP દીપેન ભદ્રન દ્વારા મહિપતસિંહ સોલંકી સહિત આ મારામારીમાં સામેલ તેમના સહપોલીસ કર્મી નિલેષ ભીમાણીની બદલી કરવામાં આવી છે.

બનાવની વિગત મુજબ, નગર પાલિકાના કર્મચારી દિગ્વિજયસિંહ ઝાલા તેમના સાળાને ત્યાં આંગળિયાની પેઢીમા કોઈ કામસર બેઠા હતા જ્યાં પોલીસ કર્મચારી મહિપતસિંહ સોલંકીએ દિગ્વિજયસિંહ ઝાલાને ઢોર માર માર્યો હતો. મહિપતસિંહ સોલંકીએ દંડ વસૂલવાનું કહેતા પોલીસ કર્મચારી મહિપતસિંહ ઝાલાએ વધુ ઉશ્કેરાઈ જઈને પોતાના સાથી કર્મચારી નિલેશ ભીમાણી તથા અન્ય કર્મચારીઓને બોલાવી દિગ્વિજયસિંહ ઝાલાને આંગળીયા પેઢીમાંથી ઢસડી જઈ ગ્રાઉન્ડ પર લઈ જઈ ઢોર માર માર્યો હતો.

ઘટનાની જાણ થતાં વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છહતો  અને ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. વેપારીઓ સાથે ઉદ્દતાઈભર્યું વર્તન કરતા આ પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા અગાઉ પણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઇ કાર્યવાહી ન થતાં દિન-પ્રતિદિન આવા બનાવો વધતા જતા વેપારી સંગઠનોએ ઉગ્ર વિરોધ કરી સમગ્ર ગામ બંધ પાળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.