Abtak Media Google News

ગમખ્વાર અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું: પરિવારમાં કલ્પાંત

અબતક-રાજકોટ

જામનગર રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળક સહિત બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકું વળી ગયું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક પૂરઝડપે આવતી કાર રસ્તા પરથી ઉતરી ગઇ હતી. કારમાં સવાર ચાર પૈકી બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળ પર કારનું પડીકું વડી ગયું હતું. જેમાં સવાર એક બાળક સહિત બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજતાં પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.