Abtak Media Google News

ધ્રોલ તાલુકાના હમાપર ગામે નજીક આવેલ ઘેલ નદીપર પર બ્રિજ ક્યારે બનશે તેવા લોકોમા અનેક સવાલો આ કોઝવે પરથી અંદાજીત 8 થી 9 ગામોનો મુખ્ય અવરજવરનો માર્ગ છે. ચોમાસાના ત્રણ મહિનામાં વરસાદ પડતા ઘેલ નદી ઉપર આવેલા ખોડિયાર મંદિર પાસે ડેમપર ઘણા વિસ્તારોનુ પાણીની આવક હોય છે

ઘણા સમયથી મંજુર થયેલ પુલ અંગે તંત્રની ઘોર ઉપેક્ષા: બિસ્માર બનેલા પુલથી રાહદારીઓ ત્રાહિમામ

જેથી ડેમ ઓવરફ્લો થઈ જાય પછી સતત પાણીની આવક હોવાથી ધ્રોલના હમાપર ઘેલ નદી પર આવેલો પુલ પરથી વાહનોની અવરજવર બંધ થઈ જાય છે ત્યારે  હમાપર, માનસર, જાલીયા- દેવાણી, ખીજડીયા, સહિતના લગભગ 8 ગામો મુખ્ય અવરજવરનો માર્ગ બંધ થઇ જતા તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને નાના-મોટા જીવન જરૂરિયાતની ચીજ ખેતી માટે બિયારણ માલધારી સહિતના લોકોને ધ્રોલ આવવું પડતું હોય ત્યારે ચોમાસામા વરસાદ પડતાં જ તેમને તાત્કાલિક ગામડે જવુ પડે નહિતર ધેન નંદી પર પાણી આવી જાય તો અવરજવર બંધ થઈ જાઈ છે.

ત્યારે આ વિસ્તારના ગામડાના કોઈ ઈમરજન્સી હોસ્પિટલની કામ હોય તો લોકો ને ભારે હાલાકી પડી હોય છે ત્યારે મળતી વિગતોનુસાર હમાપર ઘેલ નદી પર ઘણા સમયથી બ્રિજ મંજૂર થઈ ગયો પરંતુ હજી સુધી કામ ચાલુ થયું નથી ત્યારે લોકોની અનેક વખત રજુઆત છે આ બ્રિજ કામ તાત્કાલિક થાય તો આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીમાંથી બહાર આવે અને જેમને ત્રણ મહિના લોકોને પરેશાનીમાંથી મુક્તિ મળે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને જીવન જરુરીયાત માટે લોકોને સારો એવા લાભ મળી રહે જેથી આ તમામ ગ્રામજનોની રજૂઆત છે કે તાત્કાલિક વહેલી તકે બ્રિજ બને તેવી લોકોની માંગ છે. જો કે આ બાબતે ‘અબતક’ના પત્રકાર સંજય ડાંગરે કા.પા.ઇ.નો અનેક વખત ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પરંતુ અધિકારીએ એક વખત પણ ફોન ઉપાડવાની તસ્દી લીધી નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.