Abtak Media Google News

આઠ માસ પૂર્વે ભાડુતી મારા મારફતે સરાજાહેર સાત રાઉન્ડ ફાયરીંગ કરી યુવાનનું ઢીમ ઢાળી દીસું તું

ધ્રોલના ત્રીકોણ બાગ પાસે ગત તારીખ : 06/03/2020 ના રોજ ધ્રોલના રહેવાસી દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા ઉપર બપોરે 1.00 વાગ્યાના સમયે સરાજાહેર ત્રણ શખ્સોએ આડેધડ ફાયરીંગ ડરી 7 ગોળી મારી હત્યા નિપજાવી હતી. જે બનાવ અંગે મરનાર દિવ્યરાજસિંહ ના મીત્ર જયદિપસિંહ જાડેજા દ્વારા અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ તથા અન્ય બે અજાણ્યા શાર્પ શુટર તથા તપાસમાં ખુલે તે અન્ય શખસો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ.

જે બનાવની તપાસ દરમ્યાન પોલીસ દ્વારા અનિરૂધ્ધસિંહ સોઢા,  મુસ્તાક પઠાણ,  બે શાર્પ શુટર અખીલેશસિંહ ઠાકુર, રોહીતસિંહ ઉર્ફે સોનુસિંહ ઠાકરની ધરપકડ કરવામાં આવેલ તથા દિવ્યરાજસિંહની હત્યા કરવા માટે સોપારી આપવા અંગેની હકીકત તપાસના આધારે ખુલેલી હોય, મુખ્ય કાવતરા ખોર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજાની તેમજ કાવતરામાં મદદગારી અંગે નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટમાં ચાજશીટ રજુ કરવામાં આવેલ.

ઉપરોકત્ત આરોપી પૈકી મુખ્ય કાવતરાખોર તથા સોપારી આપનાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા દ્વારા જામીન મુક્ત થવા માટે  હાઇકોર્ટમાં તેમનાં વકીલ મારફત જામીન અરજી દાખલ કરવામાં આવેલી હતી

જે જામીન અરજી સામે મુળ ફરિયાદી જયદિપસિંહ જાડેજા દારા તથા મરણ જનારના પિતા જદુવીરસિંહ જાડેજા દ્વારા તેમના વકીલ એન. જે. શર્મા તથા સિનીયર કાઉન્સીલ આઇ. એન. સૈયદ મારફત જામીન અરજીનો લેખીત વિરોધ કરવામાં આવેલો  હત્યામાં આરોપી મુખ્ય કાવતરાખોર હોય, બહારથી ભાડુતી હત્યારાઓને રૂપીયાના બદલામાં દિવ્યરાજસિંહની હત્યા કરવામાં આવેલી હોય  બનાવ  બાદ આરોપી 6 મહિના સુધી ભાગતા ફરતા હોય અને જામીન મુકત થયે સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તે પ્રકારની શક્યતા હોય તેવા તમામ કારણોસર જામીન મુકિત સામે વાંધા લેવામાં આવેલ હોય, જે હકીકત રેકર્ડ પર આવતાં આરોપી ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા ના વકીલ દ્વારા જામીન અરજી પરત ખેંચવામાં આવી હતી.

આ કામમાં મુળ ફરિયાદી જયદિપસિંહ જાડેજા તરફે સીનીયર કાઉન્સીલ આઇ. એસ. સૈયદ, એન. જે. શર્મા અને જામનગરના ધારાશાસ્ત્રી  નિખીલ બી. બુધ્ધભટ્ટી અને પાર્થ ડી.સામાણી  રોકાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.