દ્વારકાધિશ મંદિરે ACB ના DYSP દ્વારા ધ્વજા રોહણ

યાત્રાધામ દ્વારકા ખાતે એસીબી ના ડીવાય એસપી  અજયસિંહ પી જાડેજા દ્વારા  દ્વારકાધીશ જગત મંદિર ના શિખર પર નૂતન ધ્વજારો હણ કરવામાં આવ્યું હતું.

દ્વારકાધીશ જગત મંદિર નજીક આવેલા શારદા પીઠ ના પટાંગણ ખાતે ધ્વજા ની પૂજન વિધિ કરાઈ હતી અને બાદમાં સમાજના શ્રેષ્ઠી ઓ દ્વારા શાલ ઓઢાળી સન્માન કરાયું હતું જેમાં દ્વારકા જિલ્લા એસીબી એકમ ના પીઆઇ   એ ડી પરમાર, દ્વારકા એસીબી એકમ મા ફરજ બજાવતા ઉમેશભાઈ, દ્વારકા પોલીસ મથક ના રઘુભા દ્વારકા હોટલ એસો. ના પ્રમુખ નિર્મલ ભાઈ સામાણી, પત્રકાર મંડળ ના પ્રમુખ ચંદુભાઈ બારાઈ એ શાલ ઓઢાળી સન્માન કર્યું હતું.

 

યાત્રાધામ દ્વારકા ના જગત મંદિર ના શિખર પર ધ્વજારોહણ નું અનેરું મહત્વ છે અને દરરોજ 5 ધ્વજા લહેરાવવામાં આવે છે ત્યારે આજ રોજ રાજકોટ એસીબી એકમ ના ડીવાય એસપી શ્રી દ્વારા નૂતન ધ્વજારોહણ ના ધાર્મિક પ્રસંગે પરિવાર અને મિત્રો સાથે ધામધૂમ પૂર્વક ઉજવી અને સમૂહ પ્રસાદી લીધી હતી.