Abtak Media Google News

દાયકાઓ પહેલા ગામડાઓમાં લઘુશંકા કર્યા બાદ એ સ્થળે ઉભરાતા મંડોડાઓને જોઇને આ રોગ થયાનું નિદાન થતુ કે ફલાણા ભાઇને ‘મીઠી પેશાબ’ની બિમારી થઇ લાગે છે. હાસ્યાસ્પદ લાગતી આ વાત જૂની પેઢીનાં લોકોને યાદ હશે. માણસે લીધેલા ખોરાકનું શક્તિમાં રુપાંતર કરતી શર્કરાનું પ્રમાણ લોહીમાં વધી જવાથી ડાયાબીટીશ થયો એમ કહેવાય છે. ઇન્સ્યુલીન નામનું તત્વ આ શર્કરાને નિયમન કરે છે. પેનક્રીયાસ જ્યારે ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દ્યે છે ત્યારે લોહી અને પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. શર્કરા એ શરીરને શક્તિ પૂરી પાડે છે. પણ ડાયાબીટીશ થયો હોય તે વ્યક્તિને શર્કરાની શક્તિ મળતી નથી પરિણામે ડાયાબિટીસ વ્યક્તિ વિવિધ બિમારીને ભોગ બને છે. ડાયાબીટીશ સ્વયં કોઇ રોગ નથી. પણ એક શારિરીક ઉણપને કારણે આવી પડતી સમસ્યા છે.

રોગ હોય તો એ ટૂંકા ગાળા કે લાંબા ગાળે મટાડી શકાય પણ ડાયાબીટીશએ રોગ ન હોવાથી તેની કોઇ પરમેનેન્ટ મટાડવાની દવા પણ નથી. ડાયાબીટીશ એકવાર થયા પછી એ ક્યારેય જડમૂળમાંથી દૂર ન થાય હા તેને કંટ્રોલમાં જરુર રાખી શકાય.

ડાયાબીટીસ વ્યક્તિને આ વ્યાધિને કારણે અનેકાનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વારંવાર યુરિન માટે જવું પડે છે, પગનાં તળિયે ઝણઝણાટી થાય છે, હદ્યનાં રોગો થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. વ્યક્તિ ચિડચીડો થઇ જાય છે. શારિરીક ક્ષમતા ઘટી જાય છે. આ ડાયાબિટીશ રોગ ન હોય છતા ડાયાબીટીશ વ્યક્તિનાં શરીરને રોગનું ઘર બનાવી નાંખે છે.

આધુનિક ચિકિત્સા પધ્ધતિમાં ડાયાબિટીશ માટે ગોળી અને ઇન્સ્યૂલીનનાં ઇન્જકેશનએ મુખ્ય ઉપાય છે. વિશ્ર્વમાં કરોડો લોકો આ વ્યાધિથી પિડાઇ રહ્યાં છે અને જીવે ત્યાં સુધી આ વ્યાધિને સાથે લઇને જીવે છે.

જો કે આર્યુવેદમાં આ વ્યાધિ માટે એક સરળ તેમજ રામબાણ ઇલાજ મોજૂદ છે. જે ઇલાજ ઘરગથ્થુ છે. થોડી પરંતુ સાથે ઘર ગત્થુ ઇલાજ કરવામાં આવે તો ડાયાબિટીશ વ્યક્તિ આ વ્યાધિમાંથી મદદ અંશે મુક્ત થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.