Abtak Media Google News

ચિંતાનો વિષય : ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ ધરાવતા 10 દેશોની યાદીમાં ભારતનો સમાવેશ

ડાયાબિટીસ એ એક સ્વાસ્થ્ય સમસ્યા છે જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ ડાયાબીટીસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે જ સમયે ધ લેન્સેટના એક અહેવાલે ચિંતા વધારી દીધી છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત ટાઈપ 1 ડાયાબિટીસનો સૌથી વધુ વ્યાપ ધરાવતા ટોપ ટેન દેશોમાં સામેલ છે.

ધ લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, 2021 માં વિશ્વભરમાં અંદાજિત 8.4 મિલિયન(આશરે 84 લાખ) લોકો ટાઇપ 1 ડાયાબિટીસ સાથે જીવી રહ્યા હતા અને ભારત આ રોગનો સૌથી વધુ વ્યાપ ધરાવતા ટોચના દસ દેશોમાં છે.ડાયાબીટીસની સમસ્યા ખૂબ જ ઝડપે આગળ વધી રહી છે. ભાગ દોડયુક્ત જીવનમાં માનસિક તણાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જે ડાયાબીટીસને નોતરું આપનારું છે. ઉપરાંત જીવનશૈલી બદલાતા લોકોના ખોરાકમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે જેના લીધે પણ ડાયાબીટીસના દર્દીઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ફૂડ, પેસ્ટીસાઈડ્સ, ડાયટ હેબીટ સહિતની બાબતોને લીધે ડાયાબીટીસના દર્દીઓ વધી રહ્યા છે જે વૈશ્વિક ચિંતાને નોતરી રહ્યું છે.

હાલ જે રીતે અહેવાલ મળી રહ્યા છે તે મુજબ વિશ્વના દેશોએ યુદ્ધથી નહીં પરંતુ ડાયાબીટીસથી ડરવાની જરૂરિયાત છે. ધ લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા મુજબ જો ધ્યાન નહીં રાખવામાં આવે તો વર્ષ 2040 સુધીમાં ડાયાબીટીસના દર્દીઓ બમણા થઈ જશે. વર્ષ 2021માં ડાયાબિટીસના દર્દીઓબી સંખ્યા 8.4 મિલિયન છે જે વર્ષ 2040માં 17.4 મિલિયન (અંદાજીત પોણા બે કરોડ) થઈ જવાની ભીતિ છે. ત્યારે આ આંકડા ચોક્કસ ચિંતાનો વિષય બની ગયા છે. સંશોધકોએ જણાવ્યું હતું કે 2040 સુધીમાં ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યામાં બમણો વધારો થશે અને આ સમસ્યા 17 મિલિયન લોકો સુધી પહોંચશે.  સંશોધકોએ 97 દેશોમાં બાળપણ, કિશોરાવસ્થા અને પુખ્ત વયના ટાઈપ 1 ડાયાબિટીસના પ્રસાર પર તેમજ 65 દેશોના સમયાંતરે ડેટાનું મોડેલિંગ કર્યું છે. જેમાં 2040 સુધીમાં ટાઇપ 1 ડાયાબિટીસની શું અસર થશે તેનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

2021 માં ધ લેન્સેટ મોડલનો અંદાજ છે કે વિશ્વભરમાં 8 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસ ટાઈપ 1થી પીડાઈ રહ્યા છે.

આ વ્યક્તિઓમાંથી 18 ટકા 20 વર્ષથી ઓછી વયના છે, 64 ટકા 20-59 વર્ષની વચ્ચે અને 19 ટકા 60 વર્ષથી વધુ વયના છે. સંશોધકોએ જણાવ્યું હતું કે મોડેલ 2021 માં ટાઈપ 1 ડાયાબિટીસને કારણે વૈશ્વિક મૃત્યુની સંખ્યા 1,75,000 થવાનો અંદાજ મૂકે છે.

ખોરાક, તણાવયુક્ત જીવન ડાયાબિટીસનો શિકાર બનાવી રહ્યા છે !!

જે રીતે હાલ ડાયાબિટીસના ચોંકાવનારા આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે તેના મૂળમાં જવાની કોશિશ કરવામાં આવે તો આધુનિક સમયમાં લોકોની બદલાતી જીવનશૈલી ડાયાબીટીસ થવા પાછળના મુખ્ય કારણો પૈકી એક છે. આપણો ખોરાક, ડાયટ હેબીટ, પેસ્ટીસાઈડ ડાયાબીટીસને નોતરનારા છે. ઉપરાંત ડાયાબીટીસ થવા પાછળ તણાવયુક્ત જીવન પણ ખૂબ જ જવાબદાર છે. લોકો કામથી માંડી અનેક બાબતોને લઈને સતત તણાવમાં રહેતા હોય છે જેના લીધે ડાયાબીટીસ થવાની પ્રબળ શકયતા હોય છે.

ન હોય… ડાયાબિટીસના કુલ દર્દીઓમાં 20-59 વર્ષના લોકોની સંખ્યા 64% !!

2021 માં ધ લેન્સેટ મોડલનો અંદાજ છે કે વિશ્વભરમાં 8 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસ ટાઈપ 1થી પીડાઈ રહ્યા છે.  આ વ્યક્તિઓમાંથી 18 ટકા 20 વર્ષથી ઓછી વયના છે, 64 ટકા 20-59 વર્ષની વચ્ચે અને 19 ટકા 60 વર્ષથી વધુ વયના છે. સંશોધકોએ જણાવ્યું હતું કે મોડેલ 2021 માં ટાઈપ 1 ડાયાબિટીસને કારણે વૈશ્વિક મૃત્યુની સંખ્યા 1,75,000 થવાનો અંદાજ મૂકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.