Abtak Media Google News

વરસાદી આ માહોલમાં કિર્તીદાન ગઢવીએ યુ-ટ્યુબ ઉપર લોન્ચ કરેલા હિન્દી ગીત ‘મેઘા’ને સંગીત પ્રેમીઓની જોરદાર સ્નેહ વર્ષા મળી છે. એક જ દિવસમાં દસ લાખ સંગીત પ્રેમીઓએ આ ગીતને પ્રેમ આપ્યો છે. હમણાં જ યુ-ટ્યુબમાં લોન્ચ થયેલું આ ગીતએ માણવા જેવું છે.

ગીતનું શૂટીંગ સાપુતારાની લીલીછમ્મ વાદીઓમાં થયું  છે. બેકગ્રાઉન્ડમાં છે પ્રસિધ્ધ ગીરાનો ધોધ. આ તરફ આ યુગલનું મિલન, સખીઓનું નર્તન અને સામે પેલા ધોધનું પણ જળભર્યું નૃત્ય. એમના સૂર, આપણને એમ જ લાગે કે મેઘ મલ્હાર જાણે આકાર દ્રશ્યરૂપે આ ગીતમાં ઊતરી આવ્યો છે.

આ ગીતના ગાયક કિર્તીદાન ગઢવી, અભિનય ભાવીન ભાનુશાળી, પૂજા જોશી, સંગીત હિમાંશુ ગઢવી, ગીત અક્ષય દવે, ડી.ઓ.પી. પાર્થ ચૌહાણ, લાઇન પ્રોડ્યુસર મુકેશ ગઢવી, ડાયરેક્ટર કુનાલ ઓડદરાનું છે. જ્યારે લોકેશન આહવા ડાંગ, સાપુતારાનું છે. આ ગીત Soul beats official Youtube Channel પર લોન્ચ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.