Abtak Media Google News

વિશ્વાસ ના આવતો હોય તો અમદાવાદનું ૩૧-ડીસેમ્બર ૨૦૧૪ ની આસપાસના છાપા ફંફોસી લેજો. અથવા તો આસપાસમાં કોઈ વ્યક્તિનું અચાનક લોહીની ઉલ્ટી બાદ હાર્ટએટેકથી અવસાન થયું હોય એવો કોઈ કિસ્સો યાદ કરી જોજો.

જેમ કેરી કાચી હોય ત્યારે ખાટી અને પાકી જાય ત્યારે મીઠી થઇ જાય છે, એવો કોઈ પણ ગુણધર્મ દુધી-કાકડી-ઘીસોડા(તુરિયા)-ગલકા-કોળું, વગેરે કોઈ શાકભાજીમાં હોતો નથી. આવા શાક, તેમાં રહેલા cucurbitacins નામના chemical ની માત્રા વધી જવાથી ઝેરી અને કડવા બની જતા હોય છે.

Cucurbitacins માત્ર થોડી માત્રામાં લેવામાં આવે તો પણ લોહીની ઉલ્ટી થી માંડીને અન્નનળીમાં જલદ ઝેરના કારણે ચાંદા પડવાં, લીવરને નુકસાન, આંતરડામાં તથા પેટના આંતરિક અવયવોમાં રક્તસ્ત્રાવ, પેન્ક્રિયાસમાં સોજો વગેરે જેવી તકલીફો શરૂ થઇ જાય છે. તે છેવટે મલ્ટી ઓર્ગન ફેઇલ્યોરમાં પરીણમે છે.

સામાન્ય રીતે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર કે હાઇ-કોલેસ્ટરોલ જેવા રોગોમાં રાહત માટે કે સામાન્ય નિરોગી રહેવા માટે ઘણા લોકો નિયમિત દૂધીનો રસ પીવે છે.

ઘણાં લોકો ઊંટવૈદું કરવા તેમાં કરેલાનો રસ પણ ભેળવે છે. એવા કેસમાં દૂધી પણ કડવી હોય તો એ જાણવાનો કોઈ રસ્તો બચતો નથી.

ઉપરોક્ત તારીખે એકલા અમદાવાદમાં 30-૫૦ કેસ તો ફક્ત સિવીલ હોસ્પિટલમાં નોંધાયા હતા. કેટલાંક વર્ષ પહેલાં કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ જેવી ભારત સરકારની ટોચની વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાના એક વિજ્ઞાની સુશીલ કુમાર સક્સેનાનું મોત માત્ર દૂધીના રસની ઝેરી અસરના કારણે થયું હતું.

દુધી-કાકડી-ઘીસોડા(તુરિયા)-ગલકા-કોળું આટલા ઝેરી હોઇ શકે તે લોકોની કલ્પના બહારનો વિષય છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ની કમિટીને પ્લાન્ટ ફિઝિયોલોજીના નિષ્ણાતોએ જણાવ્યા અનુસાર વધારે પડતી ગરમી કે વાતાવરણના અન્ય વિષમ ફેરફારો, જમીનની અપૂરતી ફળદ્રુપતા, પાણીનો અભાવ તથા દૂધી વધુ પડતી પાકી ગઇ હોય કે સડી ગઇ હોય તો તેમાં cucurbitacins તરીકે પણ ઓળખાતાં tetracyclic triterpenoid નામનાં ઝેરી તત્વોનું પ્રમાણ વધી જાય છે.

આ તત્વનું ઝેર એટલું કાતિલ હોય છે કે સેવન કર્યાની ગણતરીની મિનિટોમાં જ તેની અસર શરૂ થઇ જાય છે અને ખુબજ ગંભીર અસરો પહોચાડે છે.

સામાન્ય રીતે ઉપરોક્ત શાકભાજી ખરીદતી વખતે અથવા તો ઉપયોગ કરતાં પહેલા એક નાની સ્લાઈસ કાપીને ચાખી લેવી જોઈએ.

અને સહેજ પણ કડવી લાગે તો લોભ કર્યા વગર તેને ફેંકી દેવી જોઇએ. કારણકે દરેક કડવાણી ગુણકારી હોય એ જરૂરી નથી, તમે પણ ઘરે આટલું ધ્યાન આપો અને હંમેશા સ્વસ્થ રહો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.