Abtak Media Google News

વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિતે લોકોને ડાયાબિટીસની સચોટ માહિતી આપવા ‘અબતક’ની ડો.એમ.એ.કરમુર સાથે વિશેષ મુલાકાત

ડાયાબીટીસ એ હાલ એક મોટી સમસ્યા બની ગઈ છે. હાલ સાત કરોડ જેટલાને ડાયાબીટીસ જોવા મળે છે. ખાસ કરીને ડાયાબીટીસને લઈને લોકોની ઘણી ખરી ગેરમાન્યતાઓ છે પરંતુ ખરેખર ડાયાબીટીસ શું છે ? અને તેના કેવા કેવા ફાયદા કે નુકસાન છે. ઉપરાંત કેવા પ્રકારનો ખોરાક લેવા તે અંગેની વિશેષ માહિતી ‘અબતક’ની ટીમે ડો.એમ.એ.કરમુલ પાસેથી મેળવી હતી. ખાસ કરીને ડાયાબીટીસ ન થાય તે માટે પણ કેવા પ્રકારની જીવનશૈલી હોવી જોઈએ. આ અંગે પણ વિશેષ માહિતી આપી હતી. વધુમાં ડો.એમ.એ.કરમુલ એ તમિલનાડુ ગવર્નરના હસ્તે ડાયાબીટીસ અવેરનેસ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.

Img 20191114 Wa0009

ડો.એમ.એ.કરમુલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડાયાબીટીસ હાલ દિવસે ને દિવસે વધતુ જાય છે. પહેલા ૬૦-૭૦ વર્ષના લોકોમાં જે ડાયાબીટીસ હતું તે હાલ ૨૫-૩૦ વર્ષના લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને પંદર વર્ષ પહેલા લોકો વધુને વધુ ચાલતા હતા અને સાઈકલનો પણ ઉપયોગ કરતા હતા. હાલની જીવનશૈલીમાં લોકોને ચાલવાની કે કસરતની આદત ઓછી છે. ડાયાબીટીસ શરીર માટે સારી છે. કારણ કે, આ ઉપરાંત જો કોઈ માણસની ઊંચાઈ પ્રમાણે વજન વધારે હોય તો ડાયાબીટીસ થવાની શકયતાઓ વધી જાય છે. સાથો સાથ વારસાગત પણ ડાયાબીટીસ થતી હોય છે. વિશેષ જણાવ્યું કે, ડાયાબીટીસ કન્ટ્રોલ કરવા માટે ડાયટ અને કસરત આ બંને ખુબજ જરૂરી છે. લોકોની માન્યતાઓ ડાયટ ને લઈને ઘણી અલગ અલગ જોવા મળે છે. પરંતુ ખરેખર માત્ર કેલેરીનું જ ધ્યાન રાખવાનું હોય છે.ખાંડ અને ગોળ સિવાય બધુ જ ડાયાબીટીસમાં લઈ શકાય.

ડાયાબીટીસ બે પ્રકારના હોય છે. એક નાના બાળકોમાં જોવા મળે છે. જેમાં બાળકોના શરીરમાં ઈનશ્યુલિન સાવ ઘટી જતું હોય છે. જેથી તેને ઈનશ્યુલિનના ઈજેકશન આપવા પડે છે. આમ બાળકોને ઈનશ્યુલીનની ગોળી અને ઈન્જેકશન આપી ડાયાબીટીસ કન્ટ્રોલ કરવામાં આવે છે. આ ઉપરાંત મોટી ઉમરના લોકોમાં પણ ડાયાબીટીસ જોવા મળે છે.

Admin

વધુમાં ઉમેર્યું કે અમુક સમયે ડાયાબીટીસનું પ્રમાણ વધી જતા ઠેસ પણ વાગે તો રૂઝ આવતી નથી તો ૪૦૦ કે ૪૫૦ જેટલી ડાયાબીટીસ હોય તો તેને કન્ટ્રોલ કરવું ખુબજ જરૂરી છે. દેશમાં ૫૦% લોકોને ખબર નથી કે તેવો ડાયાબીટીસ છે તો આપણે પણ ડાયાબીટીસના શિકાર ન બનીએ તે માટે રોજે કસરતની આદત હોવી જોઈએ. ડાયાબીટીસ જ્યારે વધી જાય તો આંખ, કીડની સહિતના અંગોને નુકસાન પહોંચે છે. આ ઉપરાંત તંબાકુ પણ લોહીનું ભ્રમણ અટકાવે છે તો આ કારણે પણ પગ કે આંગળી કપાવવા પડે છે. વર્લ્ડ ડાયાબીટીસ ડેનો સંદેશો આપતા જણાવ્યું કે, નિયમિતપણે ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ અને ડાયટમાં પણ ઓછી કેલેરીવાળો ખોરાક લેવો વિશેષ જે લોકોને ડાયાબીટીસ નથી તો કસરત કરવી કસરત એ દરેક રોગનો ઈલાજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.