Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

રૂપિયાની શરૂઆત ભારત દેશમાં વિનિમય માધ્યમથી થઈ હતી જેને અંગ્રેજીમાં સિસ્ટમ કહેવામાં આવે છે. આ પદ્ધતિ ને ધ્યાને લઇ લોકો ચીજ વસ્તુઓની ખરીદી કરી પોતાની જરૂરિયાતો સંતોષવી રહયા હતા.  ત્યારે આજના સમયમાં તો બેન્કિંગ હોય કે અન્ય સેવા કોઈપણ વસ્તુ મેળવવી અત્યંત સરળ બની ગઈ છે રોકડ વ્યવહાર ની સામે હવે ડિજિટલ ચુકવણું પણ સરળતાથી થઈ શકે છે.  પ્રાચીન સમયમાં લોકો ચીજ-વસ્તુની ખરીદી કે વેચાણ લેવડ-દેવડ મારફત જ કરતા એટલે કે વિનિમય પ્રથા અમલમાં હતી.

કોઈ વ્યક્તિને અનાજ, કઠોળ જોઈતું હોય તો ખેડૂત પાસે જવું પડતું અને પોતે માલધારી હોય તો તેના બદલામાં ખેડૂતને પોતાના ગાય, ઘેટાં-બકરાં નક્કી કરેલ મૂલ્યમાં આપી દેતો. પણ આ મૂલ્ય નક્કી કેમ કરવું..? આ એક મોટો પ્રશ્ન હતો. સમય જતાં અવનવી તકનિકીઓ આવી અને રૂપિયો અસ્તિત્વમાં આવ્યો. આ સ્થિતિ જે રીતે યોગ્ય સભા થવી જોઈએ તે ન થતા અનેક પ્રશ્નો ઉદભવી થયા હતા જેને ધ્યાને લેતા વિનિમય બાદ પ્લાસ્ટિક કરન્સી અમલમાં આવી હતી, અને હવે પછીના જમાનામાં આર્ટિફિશયલ/ વર્ચ્યુઅલ કરન્સી સર્વેસર્વા બનવા તરફ ઝડપભેર આગળ ધપી રહી છે. બાર્ટરથી શરૂ થયેલી વિનિમય પ્રથા બીટકોઈન સુધી પહોંચી ગઈ છે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે, ડિજિટલ અને ક્રિપટો ’ઉફાળા’ રોકડ ને ’શાંત’ પાડી દેશે કે કેમ ?

હાલના સમયમાં લોકો મહત્તમ ડિજિટલ કરન્સી નો ઉપયોગ કરી રહ્યા છે અને જેમાં ક્રિપટોનું ચલણ પણ સૌથી વધુ વધ્યું છે. બીજી તરફ વાસ્તવિકતા તો એ છે કે આ ડિજિટલ કરન્સી માં જે રોકાણકારો રોકાણ કરી રહ્યા છે તેની સામે તેનું રિસ્ક ફેક્ટર પણ સૌથી વધુ જોવા મળે છે. વિશ્વભરમાં આ પ્રકારની ડિજિટલ કરન્સી નો વ્યાપ સતત વધી રહ્યો છે પરંતુ ભારતમાં જે મુજબ માન્યતા મળવી જોઈએ તે ન મળતાં આવનારા સમયમાં આ મુદ્દે ઘણા પ્રશ્નો પણ ઉદભવી થશે.

હાલ ભારતમાં ડિજિટલ કરન્સી ને માન્યતા મળે તે માટે પાર્લામેન્ટમાં આ અંગેનો ડ્રાફટ પ્રસ્તાવ પણ મુકવામાં આવશે. તરફ હાલની સ્થિતિને ધ્યાને લઇ એવા સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત દેશ પણ ક્રિપટોને માન્યતા આપવી પડશે જેથી મહત્તમ લોકો લીગલ સ્વરૂપમાં ડિજિટલ કરન્સી માં રોકાણ કરી શકે. સામે આ કરન્સીની નકારાત્મક અસર પણ સૌથી વધુ જોવા મળી રહી છે. ડિજિટલ સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો તો છે પણ આ સાથે તેની સામે સાયબર સુરક્ષાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. હેકિંગના બનાવ વધ્યા છે. જો કે ડિજિટલ કરન્સીનું ભારતીયો સહિત વિશ્વ આખાના રોકાણકારોને છે ઘેલું લાગ્યું છે તે કઈ અમથું નથી લાગ્યું, તેના અનેક મોટા ફાયદાઓ પણ છે.

 

‘રોકડ’નું ફોનપે એકજ માસમાં રેકોર્ડ 200 કરોડના વ્યવહાર નોંધાવ્યા

એક તરફ વડાપ્રધાન મોદી ભારતને ડિજિટલ તરફ અગ્રેસર કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ભારત દેશના નવ યુવાનો મહત્તમ ડિજિટલ તરફ અગ્રેસર થઈ રોકડના બદલે ડિજિટલ ને પોતાની પ્રથમ પસંદગી માને છે. પરિણામે ફોન પે મારફતે એક જ માસમાં 200 કરોડ રૂપિયાના વ્યવહારો નોંધાવવામાં આવ્યા હતા જે એક રેકોર્ડ બ્રેક વાત કહી શકાય. માત્ર ફોન પે જ નહીં પરંતુ અન્ય ડિજિટલ વ્યવહાર કરતી જે કંપનીઓ છે તેમના વ્યવહારમાં પણ અનેક અંશે વધારો જોવા મળ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે લોકો વધુને વધુ ડિજિટલ તરફ સક્રિય થઇ રહ્યા છે.

 

એકજ દિવસમાં ક્રિપ્ટોમાં ઉથલ પાથલ, એક હજારની સામે  ક્રિપ્ટો 28.54 કરોડે પહોંચ્યું

ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે ફરી જ કરન્સીમાં સૌથી મોટી ઊથલપાથલ જોવા મળી હતી અને એક જ દિવસમાં ક્રિપટો 28.54 લાખ ટકા વધી  28.54 કરોડે પહોંચ્યું હતું. સામે એ જ દિવસે 90 ટકાનો પણ ઘટાડો થઈ ગયો હતો. આ સ્થિતિને ધ્યાને લે એ વાત સ્પષ્ટ થાય છે કે જે કોઈ વ્યક્તિએ એક હજાર રૂપિયા ક્રિપટો માં રોકાણ કર્યું હોય તો તેને તેની સામે 28.54 કરોડ રૂપિયા મળ્યા હોત. મહત્વની વાત તો એ છે કે સ્ક્રિપ્ટમાં તરત જ ભાવ વધારો અને ઘટાડો થતાં હરેશ પણ રોકાણકારોમાં એટલો જ વધ્યું છે જેને રોકાણકારોએ ગંભીરતાથી લેવું જોઈએ હાલ ભારત દેશમાં આ કરન્સી ને માન્યતા આપવામાં આવી નથી ત્યારે જો માન્યતા મળશે તો ક્રિપ્ટો ઉપરનું ટ્રેડિંગ વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.