અબતકના મેનેજિંગ તંત્રીના જન્મદિને મહાનુભાવોએ પાઠવી શુભકામના

મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તથા અધિકારીઓ,વિવિધ સમાજો, સંસ્થાઓના આગેવાનોએ દિવસભર શુભેચ્છાનો ધોધ વહાવ્યો

અબતકના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતાના જન્મદિન નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતભરનાં મહાનુભાવોએ અંતરનાં ઉમળકાથી શુભકામના પાઠવી હતી. તા.21 જુલાઈના રોજ ‘અબતક’ના મેનેજિંગ એડિટર સતીષકુમાર મહેતાનો  જન્મદિન હતો. આ અવસરે  તેમના ગુરૂદેવ પૂ. ભાવેશબાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી  શુભેચ્છાનો ધોધ  વહેતો રહ્યો.

જેમાં રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર ડો. પ્રદિપ ડવ શુભેચ્છા પાઠવવા ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા. આ ઉપરાંત  રાજકોટ ગ્રામ્યના  ધારાસભ્ય  લાખાભાઈ સાગઠિયા, ક્રાઈમ બ્રાંચ એ.સી.પી.  ડી.વી. બસિયા, પી.આઈ. વાય.બી. જાડેજા ઉપરાંત  જૈન સમાજના અગ્રણીઓ, જૈન વિઝનના હોદેદારો, વોરા સમાજના અગ્રણીઓ, રાજકોટ  એડવર્ટાઈઝ સર્કલના પ્રતિનિધિઓ સહિત અનેક  લોકોએ રૂબરૂ શુભેચ્છા પાઠવી હતી. તો સૌરાષ્ટ્ર,કચ્છ, ગુજરાત સહિત ઠેર ઠેરથી  ટેલીફોનિક શુભકામના મળી હતી.

આ જ ખરૂં મોટીવેશન…

‘અબતક’ના ગ્રાસરૂટ કર્મીઓએ કયુર્ં  કેક કટિંગ…!!!

‘અબતક’

ના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતાએ મનોમન એક સિધ્ધાંત રાખ્યો છે કે કયારેય કેક ન કાપવી ! ગઈકાલે તેમના જન્મદિને જયારે ‘અબતક’ પરિવારે કેક મૂકી ત્યારે  દર વખતની જેમ પરિવારના જ સભ્યો પાસે કેક કટિંગ કરાવ્યું ! ગઈકાલે જે  સાત પરિજનોએ કેક કાપી એ બધા જ ‘અબતક’ના યુનિક ફેમિલી મેમ્બર્સ છે’ ટીપેન્દ્ર તીખાદ્ર ઉર્ફે ટપુ છેલ્લાં પાંચેક વર્ષથી ‘અબતક’ પરિવારને સ્વાદિષ્ટ ભોજન દ્વારા પેટ ઠારે છે રોહિત લાઠિયા થેલેસેમિક છે ને સપ્તાહમાં બે વખત ડાયાલીસીસ  કરાવે છે. એટલે કે અનેક પ્રકારની શારીરીક માનસિક સમસ્યા વચ્ચે પણ પોતાનું સ્માઈલ અને ક્રીએટીવિટી જાળવી રાખ્યા છે. રોહિત રાઠોડ સેવક છે ને નિષ્ઠાથી  નાનામાં નાના કામને મોટુ ગણીને કરે છે. સની  સરવૈયા ‘અબતક’ના પ્રારંભથી જ જોડાયેલા છે. અને લાંબી મજલકાપી આજે બેક ઓફિસ માટે બેકબોન બની ગયા છે. સાગર ગજજર નિષ્ઠાપૂર્વક પોતાની કેમેરામેન સહ સારથિ તરીકે ફરજ બજાવે છે. તો રાજુભાઈ બુખારી દરરોજ 200થી વધુ કિ.મી.નું અંતર કાપીને નિયમિતપણે ફરજ પર હાજર થઈ જાય છે. ટુંકમાં ‘અબતક’ના જે ગ્રાસરૂટ લેવલના કર્મીઓ ગણાય છે  તેમના હસ્તે કેક કટિંગ કરાવાયું હતુ.