- શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ ડો. બાબા સાહેબ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમાને પુષ્પાંજલી અર્પી
ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા રાજકોટ ખાતે જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે એક બહોળી સંખ્યા સાથે- રાજકોટના રાજમાર્ગ ઉપર કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીનું આયોજન એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયત ચોક સમગ્ર એનએસયુઆઈ તેમજ કોંગ્રેસ યુવાનો દ્વારા રેલીની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત અંદર ડો.બાબા સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને હારતોરા કરી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં એનએસયુઆઈના ઓલ ઈન્ડીયાના પ્રમુખ વરૂણ ચૌધરી પણ આ માર્ચમાં હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. ડો.યાશિક રોડ ઉપરથી પસાર થઈ હતી ત્યારે યુવાનો દ્વારા જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે રાજકોટના રાજમાર્ગો ગુંજી ઉઠયા હતા. રામકૃષ્ણ આશ્રમ ત્યાંથી યાજ્ઞિક રોડ ઉપર સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ પાસે આગેવાનો દ્વારા પુષ્પ અર્પણ કરી રેલીને પૂર્ણ કરવામાં આવેલ હતી.
ઓલ ઈન્ડિયા એનએસયુઆઈ ના પ્રમુખ વરૂણ ચૌધરી દ્વારા શાબ્દિક પ્રવચન કરેલ હતું. તેમાં વરૂણ ચૌધરીએ જણાવેલ હતું કે ભારત દેશની અંદર જેમના દ્વારા સંવિધાન લખાયેલું હોય તેવા વ્યક્તિની લોકસભાની અંદર ક્રુર મજાક અમિત શાહ દ્વારા કરવામાં આવેલ હતી. જેને ભારત દેશની પ્રજા કોઈ દિવસ ભુલશે નહીં
આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી, મુકેશભાઈ ચાવડા, ડો. રાજદિપસિંહ જાડેજા, નીતિન ભંડેરી, મહેશભાઈ રાજપૂત, ડી.પી. મકવાણા તેમજ ગાયત્રીબા વાઘેલા, બ્રિજરાજસિંહ રાણા-શહેર પ્રમુખ, મહિલા કોંગ્રેસના પ્રમુખ-દિપ્તીબેન સોલંકી, રવિ જીતીયા, અલ્પેશ સાધરીયા, હરપાલસિંહ જાડેજા, પ્રદિપ ડોડીયા, અંકિત સોંદરવા, પ્રિન્સ બગડા, મહિપાલ ચૌહાણ, ગૌરવ ખિમસુરીયા તેમજ શકિત સુપર-સી ના ચેરમેન વૈશાલીબેન શિંદે તેમજ ઓલ ઈનિડયા એનએસયુઆઈના સંયોજક દિવ્યાબા રાજપૂત, હિરલબા રાઠોડ, દિપુબેન રાવ્યા, મયુરીબેન પુરોહિત, ભાવનાબેન વિગેરે જોડાયા હતા.