Abtak Media Google News

દીક્ષા તે લક્ષ ન હોઇ, ‘મોક્ષ’ લક્ષને સિધ્ધ કરવા માટેનું શસ્ત્ર હોય: પૂ.નમ્રમુનિ મ.સા.

મુમુક્ષુ રિયાબેન દ્વારા રચાયેલી તેમન સંયમ ભાવાને વ્યક્ત કરતી અલગ-અલગ કવિતાની બૂક ‘ધ સ્ટેટ ઓફ થોમસ’નું પૂ.ગુરૂદેવના વરદ્ હસ્તે કરાયું વિમોચન

 

28720841 25A8 4Fb9 A18F Debec5F06681

અબતક,રાજકોટ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં ઉજવાએલો નવ મુમુક્ષુ આત્માઓના ભાગવતી જૈન દીક્ષાનો “સંયમ કીર્તનમ” અવસર. અમેરિકાની શિરસસ્થ સંસ્થા જૈનાથી જોડાએલાં નોર્થ અમેરિકાના 70 સેન્ટર્સના હજારો ભાવિકો અને સમગ્ર ભારતના 108થી વધુ શ્રી સંઘોની શુભ ભાવના સાથે અનેક સંસ્થાઓ, મહિલામંડળોની શુભેચ્છાઓ સાથે તેમજ ભારતના ખુણે ખુણેથી અને વિદેશના અનેક ક્ષેત્રોના જોડાએલાં હજારો ભાવિકોના અંતરના થનગનાટ સાથે ઉજવાઈ રહેલો આ દીક્ષા મહોત્સવ દશે દિશાઓમાં સંયમ ધર્મની વિજયવંતી ધ્વજા પતાકા લહેરાવીને આગળ વધી રહ્યો છે.

સંયમ કિર્તનમ અવસરમાં સંસારને સદા માટે વિદાય કરવા આવી રહેલાં મુમુક્ષુ રિયાબેનની ગાજતી ગુંજતી શોભાયાત્રા ડુંગર દરબારના શામિયાણામાં પહોંચતાં જ દેવ વિમાન સમી સુંદર સજાવેલી પાલખીમાં સંયમ ઉપકરણોના માંગલ્ય સાથે કરાવવામાં આવેલી અહોભાવભીની પધરામણીએ સહુને અહોભાવિત કર્યા બાદ પરમ ગુરુદેવે પરમ વાણી વહાવતાં ફરમાવ્યું હતું કે, આપણાં અંદરમાંથી પાસ્ટના જનમ-જનમની મેમરી રિફલેક્ટ થતી હોય છે અને એ પાસ્ટની મેમરીને વિશુદ્ધ કરવી તે જ એક સાધકનું સાધનાપથ હોય છે. પાસ્ટની મેમરીથી મુક્ત બનવાનો પુરુષાર્થ તે જ પ્રવ્રજર્યા, તેજ દીક્ષા હોય છે. પોતાના જ નેચર પર પોતાનું જ અનુશાસન કરવું તે જ સાધના હોય છે. એવી સાધનાથી સભર હોય છે દીક્ષાનું જીવન પરંતુ દીક્ષા તે લક્ષ ન હોય, મોક્ષ લક્ષને સિદ્ધ કરવા માટેનું શસ્ત્ર તે દીક્ષા હોય.

માત્ર 19 વર્ષની ભર યૌવનવયમાં સંસાર ત્યજી સંયમ પંથે પ્રયાણ કરી રહેલાં મુમુક્ષુ રિયાબેનના સંસારભાવથી સંયમભાવમાં થએલાં પરિવર્તનને દર્શાવતાં “સંસાર વર્સેસ સંસ્કાર” ના ભાવવાહી દ્રશ્યો સાથે જ આ અવસરે આંખ પર સંસારના પ્રલોભનોની પટ્ટી બાંધીને રિયાબેને પ્રગટ કર્યા જ્યારે એવા સંયમભાવ કે, “આજે હું મારા સ્નેહી સ્વજ્નોને ગુડ બાઇ કરવા નહીં પરંતુ જેના પ્રેમમાં, જેના પ્રલોભનોમાં હું અંધ બનીને અંધકારમાં ભટકી ગઈ હતી એવા આ સંસાર સાથે સદાને માટે બેક અપ કરવા આવી છું” ત્યારે દરેકે દરેક હૃદય રિયાબેનના વૈરાગ્યભાવો પ્રત્યે ધન્ય ધન્ય પોકારીઉઠ્યાં હતાં 8527953B A605 48Cb A281 64Cae0Ab0B43

એ સાથે જ, આ અવસરે મુમુક્ષુ રિયાબેનના માતા-પિતાએ વીરતાપૂર્વક દીકરીને શાસનના શરણે અર્પણ કરતી અભિવ્યક્તિ અને પરમ ગુરુદેવ પ્રત્યેની ઉપકાર અભિવ્યક્તિ કરતાં સહુએ એમના પ્રત્યે ગૌરવની અનુભૂતિ કરી હતી. ઉપરાંતમાં મુમુક્ષુ રિયાબેન દ્વારા રચાયેલી તેમના સંયમ ભાવોને વ્યક્ત કરતી અલગ અલગ કવિતાની બૂક ‘ધ સ્ટેક ઓફ થોટસ’નું વિમોચન પરમ ગુરુદેવના હસ્તે કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો.વિશેષમાં, મુમુક્ષુ રિયાબેન દ્વારા સંસારી સ્વજનો સાથે કરવામાં આવેલાં સંસાર જીવનના અંતિમ રક્ષાબંધનના સ્નેહભીના દ્રશ્યો, માતા-પિતા સાથે રિયાબેને અત્યંત અહોભાવપૂર્વક કરેલાં રજોહરણ નૃત્યની એ પાવન ક્ષણો અને પ્રભુ પરંપરાને અનુસરતાં રિયાબેને કરેલાં દિવ્ય વર્ષીદાનથી વરસતો આજનો અવસર સહુની આત્મધરા પર ત્યાગ ભાવનાના અમી છાંટણા વરસાવી ગયો.

દીક્ષાર્થીઓની ત્યાગભાવનાની અનુમોદના કરવા આ અવસરે વિશેષભાવો સાથે દક્ષિણ ગુજરાતના અમલસાડ ક્ષેત્રની જૈન પાઠશાળાના બાળકોએ અદભુત નૃત્ય પ્રસ્તુતિ કરીને દીક્ષાર્થીઓના શૌર્યને બિરદાવ્યો હતો. સમગ્ર ભારતના અનેક ક્ષેત્રોના હજારો અબોલ જીવો, અનાથાશ્રમના બાળકો, વૃધ્ધાશ્રમના વૃધ્ધો, ગરીબો અને વેદનાગ્રસ્ત દર્દીઓ જેવા હજારો જીવોને છેલ્લાં કેટલાંય દિવસથી અહંમ યુવા સેવા ગ્રુપ દ્વારા આ દીક્ષા મહોત્સવની અનુમોદના સ્વરૂપ સહાય પામી, શાંતિ-સમાધિ અનુભવી રહ્યાં છે ત્યારે અંતરના ભક્તિભીના ભાવો સાથે જોડાઈને ધન્ય બનવા દરેક ભવ્યજીવોને આ દીક્ષા મહોત્સવ અંતર્ગત આગામી તારીખ 18ફેબ્રુઆરી 2020શુક્રવાર વહેલી સવારે મંડપ મુહૂર્ત તેમજ 9:00કલાકે “સંયમ સ્પર્શનમ” ના અવસરે આમંત્રિત કરવામાં આવ્યાં છે. તેમ યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.