Abtak Media Google News

ઈન્ડિયન વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચથી કોમેન્ટરીની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. ફાઇનલ મેચમાં તે ઘણો એક્ટિવ રહે છે, હાલ સોઉથહેમ્પટનમાં તે મેચ ને લઇ ફેન્સને ઘણી અપડેતો આપી રહ્યો હતો ત્યારે ચાલુ કોમેન્ટ્રીએ એવું બોલ્યો કે તેને બધાની માફી માગવી પડી અને પોતાના માતા તથા પત્નીનો ઠપકો પણ ખાવો પડ્યો.
ત્યાર બાદ તેને ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં કોમેન્ટ્રી કરવાની તક મળી. અને કહ્યું એવું કે ‘બેટ’ એટલે પાડોશી ની પત્ની. તેને બેટની સરખામણી પાડોશીની પત્ની સાથે કરી હતી ત્યાર બાદ તેનું આ નિવેદન તેને ભરી પડ્યું હતું અને માફી પણ માગવી પડી હતી.

બંને ટીમ વચ્ચે બીજી વનડે મેચ દરમિયાન ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્કાઈ સ્પોર્ટ્સ પર તેના નિવેદનની ઘણી ટીકા કરવામાં આવી હતી. કાર્તિકે બેટની તુલના પાડોશીની પત્ની સાથે કરી હતી. હવે કાર્તિકે આ અંગે માફી માગી છે. તેણે કહ્યું હતું કે આ નિવેદન આપ્યા પછી મારી માતા તથા પત્ની દીપિકા પલ્લિકલે ઠપકો આપ્યો અને માર્યો પણ હતો.

Karthik

ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડેમાં કાર્તિકે કહ્યું હતું- બેટ્સમેન અને બેટને ના પસંદ કરવું એ બંને વસ્તુઓ એકસાથે ચાલે છે. મોટા ભાગના બેટ્સમેનને પોતાનું બેટ પસંદ આવતું નથી. તેમણે બીજાના બેટ જ પસંદ આવે છે. બેટ એક એવી વસ્તુ છે જે પાડોશીની પત્ની જેવી લાગે છે. બીજાના બેટથી બેટ્સમેન વધુ ઇમ્પ્રેસ થઈ જાય છે.

તેના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં તેના ફેન્સે માફી માગવાનું કહ્યું હતું. રવિવારે કાર્તિકે માફી માગતાં કહ્યું હતું કે જે થયું એના માટે માફી માગી હતી. આ નિવેદનનો જે અર્થ બહાર આવ્યો, મારો કહેવાનો અર્થ એવો નહોતો. મેં આવું નિવેદન આપીને ભૂલ કરી છે. હું બધાની માફી માગું છું. આવું બીજીવાર નહીં થાય. મારી માતાએ મને આ નિવેદન આપ્યા પછી માર માર્યો હતો. પત્નીએ પણ ઠપકો આપ્યો હતો.

કાર્તિકના નિવેદન પર તેની પત્ની નિકિતા અને ઈન્ડિયન ઓપનર મુરલી વિજય પણ ટ્રોલ થયાં. મુરલી અને નિકિતાનું અફેર જગ જાહેર હતું. ત્યાર પછી કાર્તિકે નિકિતાને ડિવોર્સ આપી દીધા હતા. કાર્તિકે જ્યારે ડિવોર્સ આપ્યા ત્યાર પછી નિકિતાએ મુરલી સાથે લગ્ન કરી લીધા હતા. કાર્તિકે પણ 2015માં સ્વોશ પ્લેયર દીપિકા સાથે બીજા લગ્ન કર્યા હતા.

કાર્તિકની WTC ફાઇનલ દરમિયાન પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન નાસિર હુસૈને તેની પણ મજાક ઉડાવી હતી. નાસિરે ઈન્ડિયન ટીમના ઓપનર રોહિત શર્માની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે શાનદાર પુલ શોટ મારે છે. રોહિત સ્પિનર્સ વિરુદ્ધ સ્ટેપ આઉટ કરીને શાનદાર શોટ્સ મારે છે. ત્યાર પછી કાર્તિકે કહ્યું હતું કે તે તમારાથી એકદમ અલગ છે. જો કે તે એક શાનદાર બેટ્સમેન અને વિકેટકીપર પણ છે અને સાથે થોડા સમય પહેલા નીદહાસ ટ્રોફીમાં તેને સારું પ્રદર્શન કરી ભારતને શ્રેણી જીત અપાવી હતી.

કાર્તિક 2019 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાથી બહાર જતો રહ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ રમી હતી. કાર્તિકે ભારત માટે 26 ટેસ્ટ, 94 વનડે અને 32 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

ટેસ્ટ મેચમાં તેણે 25ની એવરેજથી 1025 રન બનાવ્યા હતા. વનડેમાં 30.20ની એવરેજથી 1752 રન બનાવ્યા હતા. T-20માં તેના નામે 33.25ની એવરેજથી 399 રન બનાવ્યા છે. કાર્તિક 2007 T-20 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.