Abtak Media Google News

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શિક્ષકોએ કોરોના મહામારીના કારણે બાળકો માટે શાળાઓ બંઘ છે . પરંતુ શિક્ષણ નહી . એ ઉકિત આ તાલુકાના શિક્ષકોએ અપનાવી સાર્થક કરી છે. આ મહામારીમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચીત ન રહી જાય તે માટે ટી.પી.ઇ.ઓ. ગોપાલભાઈ અઘેરા, તથા બી.આર.સી.કો -ઓર્ડીનેટર સલીમભાઇ લોહીયા દ્રારા પ્રેરણા પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપી શિક્ષણ જયોત પ્રજવલ્લીત કરવામાં આવી રહી છે.

લાઠી તાલુકાની 68 શાળાઓમાં 41 ર શિક્ષકો દવારા 103 8 ર વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ફળીયા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે . કોવિડ -19 ની ગાઇડ લાઇનનું પાલન કરી વિદ્યાર્થીઓ વધુને વધુ શેરી શિક્ષણમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . શિક્ષકો બાળકોના ઘરે ઘરે જઇને બાળકને શેરી શિક્ષણના માધ્યમથી ભણતર તથા જીવન ઘડતરના પાઠો શીખવી રહયા છે.

શેરી શિક્ષણને ખુબજ સારી કામગીરી બદલ તાલુકા સંઘના પ્રમુખ હિતેષભાઇ સોરઠીયા દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ આપવામાં આવેલ . સી.આર.સી.કો – ઓર્ડીનેટર શૈલેષભાઇ વિસાણી અને વિનય પટેલ દ્વારા જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત દરેક એકમની વિસ્તૃત સમજ આપવામાં આવી  હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.