કુશ બેંકર દ્વારા દિગ્દર્શિત પારિવારિક મનોરંજન ફિલ્મ ‘21 દિવસ’ આ તારીખે થશે રીલીઝ

ઢોલીવુડનું એક પ્રખ્યાત મુવી છે છેલ્લો દિવસ જેમાં અનેક કલાકારોએ કોલેજ લાઈફ વર્ણવીને દર્શકોને આકર્ષયા હતા ત્યારે હવે બોલીવુડમાં ફિલ્મ બનવા જઈ રહી છે જેનું નામ છે 21 દિવસ. અભિનેતા મૌલિક નાયક તેની આગામી ગુજરાતી ફિલ્મ ’21 દિવસ’ સાથે સિલ્વર સ્ક્રીન પર ચમકવા માટે તૈયાર છે, જે 7મી એપ્રિલ 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આર્જવ ત્રિવેદી, પૂજા ઝાવેરી, પ્રેમ ગઢવીનો દીપા ત્રિવેદી, રાજુ બારોટ, કલ્પેશ પટેલ, કામિની પટેલ, ભરત ઠક્કર, દીપાંગી રાવલ, મનીષા ત્રિવેદી, પૂજા પુરોહિત, અને પ્રશાંત જાંગીડનો સમાવેશ થાય છે. કોર્યોગ્રાફર કુશ બેંકરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.

જેણે સમગ્ર જીવન ડાન્સ ને સમર્પિત કર્યું છે તેવા કુશ બેંકર કોરિયોગ્રાફર તરીકે બહોળો અનુભવ ધરાવે છે ત્યારે તેઓ હવે ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે આગળ વધી રહ્યા છે 21 દિવસ એ ખુશ બેનકરની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ હશે જેમાં પારિવારિક મનોરંજન સાથે લવ ટ્રાયેંગલ પણ દર્શાવવામાં આવ્યો છે.

કુશ બેંકર દ્વારા દિગ્દર્શિત, ’21 દિવસ’ એક મજાની અને વિલક્ષણ પારિવારિક ફિલ્મ છે જે પ્રેક્ષકોને સંપૂર્ણ મનોરંજન આપવાનું વચન આપે છે. આ એક પારિવારિક ફિલ્મ છે જેમાં ટ્રાય એન્ગલ લવ દર્શાવવામાં આવ્યો છે. કરણ અને અર્જુન બન્ને એક જ છોકરીના પ્રેમમાં પડે છે અને પછી ફિલ્મમાં શરુ થશે ફેમેલી ડ્રામા. ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો બની ગયેલા મૌલિક નાયક એક રમુજી કિરદારમાં જોવા મળશે જે લોકોના દિલ જીતી લેશે.

મૌલિક નાયકે તેના ચાહકો સાથે ’21 દિવસ’નું સત્તાવાર ટ્રેલર શેર કરી દીધું છે અને તેને પ્રતિસાદ પણ સારો મળ્યો હતો. ટ્રેલર એક આનંદદાયક ફિલ્મનું વચન આપે છે જે યુવાનો અને પરિવારો માટે એકસરખું હિટ થશે. મૌલિક નાયક, જેમણે થિયેટરમાં તેમની અભિનય યાત્રા શરૂ કરી હતી, તેઓ ‘મોન્ટુ ની બિટ્ટુ’ અને ‘હેલ્લારો’માં તેમના અદભૂત અભિનય માટે જાણીતા છે.