- સૌરાષ્ટ્રના અનેક ખેડુતો અને વેપારીઓ પાસેથી કપાસ ખરીદીના કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી
સૌરાષ્ટ્રના અનેક ખેડુતો અને વેપારીઓ પાસેથી કપાસ ખરીદી કરોડો રૂપિયા નહિ ચૂકવી છેતરપીંડી આચર્યા કૌભાંડમાં સંડોવાયેલા ચોટીલામાં સિધ્ધનાથ કોટેક્ષ એન્ડ સ્પીનીંગ મીલના ડાયરેક્ટરોએ વીરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ઉપરાંત માલના લેણા પેટે જુદા જુદા લોકોને ઈસ્યુ કરી આપેલ ચેકો પૈકી શાહ રમેશચંન્દ્ર ભગવાનલાલ પ્રાપરાઈટર પેઢી જોગ માલના લેણા પેટે ઈસ્યુ કરી આપેલા રૂા.26,58,996 નો ચેક રીટર્ન થતા કોર્ટે સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી. તથા તેના ડાયરેકટરોને અદાલતમાં હાજર થવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ કેકેવી ચોક નજીક રહેતા અને જસદણ ખાતે શાહ રમેશચંન્દ્ર ભગવાનલાલ નામની પ્રોપરાઈટર પેઢી ધરાવતા રમેશચંન્દ્ર જીવાણીની પેઢી પાસેથી ચોટીલામાં થાન રોડ ઉપર આવેલ સિધ્ધનાથ કોટેક્ષ એન્ડ સ્પીનીંગ મીલના ડાયરેક્ટરોએ રૂા.26,79,649નો માલ ખરીદ કરી તેમાથી કવોલીટી એલાઉન્સ/ડેબીટ નોટની 2કમ રૂા.18,101 તથા બે બીલોના ટી.ડી.એસ.ની રકમ રૂા.5121 તથા રકમ રૂા.2552 બાદ કરી રકમ રૂા.26,58,996 નું ફરીયાદીનું માલ પેટેનું કાયદેસરનું લેણુ અદા કરવા આરોપી કંપની વતી તેના ડાયરેકટરોએ ફરીયાદી પેઢી જોગ ચેક ઈસ્યુ કરી આપ્યો હતો. જે ચેક રીટર્ન આરોપી કંપની અને તેના ડાયરેકટરોને પાઠવેલી નોટીસો બજી જવા છતા રૂપિયા નહિ ચૂકવતા ચેકો રીટર્નની રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીઓએ ફરીયાદી પેઢી પાસેથી માલ લઈ તે માલની રકમ અદા કરવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઈ આરોપીએ ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઈ સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી. અને તેના ડાયરેકટરો વિરેન સુરેશભાઈ લુણાગરીયા અને દર્શનભાઈ રમણીકભાઈ ભાલાળાને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી પેઢી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ અને જયમલ મકવાણા રોકાયા હતા.