Abtak Media Google News

ગટરનું પાણી, ધુળની ડમરીએ બસ સ્ટેન્ડમાં એક પળ ઉભુ  ન રહેવાય એવી સ્થિતી

સ્વચ્છ સલામત સમયબઘ્ધનું એસ.ટી.નું સૂત્ર અમરેલી બસ સ્ટેનડના જવાબદારો વિસરી ગયા હોય તેમ બસસ્ટેન્ડમાં સ્વચ્છતામાં સમયપાલન ન થતા સલામત ના બદલે બસ સ્ટેન્ડ મુસાફરો માટે જોખમી બની ગયા છે.

અમરેલી ST ડેપો માં ગંદકી ન ઢગલા જોવા મળી રહ્યા છે.અમરેલી ડેપોમાં જાણે કચરા નુ હબ બન્યું હોય એમ કચરા ના ઢગલા જોવા મળી રહ્યા છે . સફાઈ ના અભાવે ડેપો ની હાલત અત્યંત દયનિય બની જતા  જયા જુઓ ત્યાં ગંદકી. મુસાફરો પણ પરેશાન છે. એક તરફ ધૂળની ડમરી ઓ અને પ્લેટ ફોર્મ ઉપર કચરા ના ગંજ અને પણ માવા ની પિચકારી સામે બસ ની રાહ જોવા  મજબુર લોકો જાય તો ક્યાં જાય .

બસ્ટન્ડ ની અંદર પ્લેટ ફોર્મ ઉપર આવેલી કેન્ટીન ની ગટર નુ પાણી પણ કુંડી માંથી ઉભરાઈ  ખરાબ પાણી બસ્ટન્ડ ની અંદર ફેલાઈ રહ્યું છે તો નાસ્તા ની ડીસો રખડતી જોવા મળે છે ત્યારે અધિકારી ઓ પણ આં બાબતે કાઈ કહેવા તૈયાર નથી .

બાસ્ટન્ડ ની અંદર  ટોયલેટ અને પીવાનું પાણી પણ એકજ ટાકી માંથી આવતું હોવાનું  જાણવા મળી રહ્યું છે. પીવાના પાણી નો નળ અને ગેંડી રાખવામાં તઓ આવી છે . એ સગવડ પણ ફક્ત નામ ની જ હોય તેવું દેખાયરહ્યું છે.ગેંડી તો રાખવામાં આવી છે પણ તેનું ખરાબ પાણી પ્લેટ ફોર્મ ની અંદર જ વહી રહેલું જોવા મળે છે.એક બાજુ લાખો કરોડો રૂપિયા સરકાર સફાઈ માટે ખર્ચી રહી છે અને બીજી બાજુ અમરેલી બસ્ટન્ડ નુ  ચિત્ર કઈક અલગજ ઈશારો કરે છે .

આ બાબતે જ્યારે અમારા રિપોર્ટર દ્વારા ડી.સિ. જાડેજા સાથે ટેલીફોનીક વાત કરી તો હું ડેપો મેનેજર સાથે વાત કરું છું એમાં ઇન્ટરવ્યૂ ની કાઈ જરૂર નથી તેમ જવાબ આપી હાથ ઉચા કરી દીધા હતા કોઈ પણ કર્મચારી કેમેરા સામે આવી કાઈ પણ કહેવા તૈયાર નથી .ત્યારે હવે મુસાફરો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.