Abtak Media Google News

સૌથી સમૃઘ્ધ ગણાતી ગુજરાતી ભાષાના સાહિત્યનું મહત્વ સમજવામાં યુવાવર્ગ નિરસ: ધીમે ધીમે પાઠય પુસ્તકો સુધી જ સીમીત થતો ગુજરાતીનો ઉપયોગ

આજે ર૧મી સદી ચાલી રહી છે ત્યારે આ ટ્રેકનોલોજીના યુગમાં લોકો પાસે સમયનો અભાવ ઉપરાંત ટેકનોલોજીનો જાદુ જોવા મળે છે. પરિણામે આજે આપણાં ગુજરાત સાહિત્યનું ઘટતું જોવા મળી રહ્યું છે. આજની યુવા પેઢીમાં ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ, રસ ઓછો જોવા મળી રહ્યો છે. ત્યારે ૫૦-૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો જ વધુ પ્રમાણમાં ગુજરાતી સાહિત્યનું વાંચન કરે છે અને ખરીદી કરે છે. પુસ્તકો ઘણા બધાં લીટરેચરમાં ઉપલબ્ધ હોય છે ત્યારે આ પુસ્તકોનું વાંચન કરી અને સાર જીવનમાં ઉતારવા લક્ષી બાબતો અને જ્ઞાન મેળવવા વાળો યુવાન વર્ગનું વાંચન જ ધટતું જાય છે.

Vlcsnap 2017 06 07 10H50M08S48પ્રવિણ પ્રકાશ પ્રા.લિ.ના ગોપાલભાઇ માકડિયાના જણાવ્યા મુજબ, ગુજરાતી ભાષા એક સમૃઘ્ધ ભાષા  છે ત્યારે ગુજરાતી લોકોને પોતાની ભાષાની જે સમૃઘ્ધી છે ગૌરવ છે તેનું પુરુ જ્ઞાન પણ નથી. ગુજરાતી  ભાષામાં પ્રકાશિત થતા સંખ્યાબઘ્ધ પુસ્તકો છે ત્યારે ગુજરાતી લોકો પાસે જે તેનો આવકાર થવો તેની લોકપ્રિયતા જે થવી જોઇએ તેના કરતાં પ્રમાણ ખુબ ઓછું છે. બાળ સાહિત્ય, કિશોશર સાહિત્ય, સેલ્ફ ડેવલોપમેન્ટ, મેનેજમેન્ટ, આરોગ્ય, ધાર્મિક, આઘ્યાત્મિક, ચિંતનાત્મક, આ બધાં જ પુસ્તકોનું વેચાણ થાય છે. ખાસ કરીને જે અત્યારના જેનવી જનરેશન છે તે લોકોને પુસ્તકોમાં રસ, રુચિ પ્રમાણમાં ખુબ ઓછા છે. તેના ઘણા બધા કારણો છે. આપણી જે આજની શિક્ષણ પ્રથા છે. સ્કુલોમાં જે રીતે ભણાવવામાં આવે છે માત્ર પાઠયપુસ્તક લક્ષી જ વિઘાર્થીઓને જ્ઞાન મળે છે. બીજાું ઇત્તર વાંચનનો તેમને જ્ઞાન પણ નથી. તેના કારણે સાહિત્યના જે જીવન ઘડતરના પુસ્તકોથી એક પેઢી અજ્ઞાત છે તેવું કોઇ શકાય. બીજી ઘણી બધી ભાષાના સાહિત્ય તેમાં આપણી નજીકની મરાઠી ભાષા છે તો જે એ લોકો તેની ભાષા સાહિત્યમાં રસ ધરાવે છે તેવો ગુજરાતી લોકો નથી રસ ધરાવતા. ૫૦ વર્ષ પછીના લોકો અત્યારે વધુ ખરીદવા માટે આવે પુસ્તકો અને ધાર્મિક, ચિંતનાત્મક પુસ્તક વધુ પસંદ કરે છે. પુસ્તકો મોંધા નથી બીજી ભાષાના સાહિત્યિક પુસ્તકના પ્રાઇઝ સ્ટ્રકચર કરતાં ગુજરાતી સસ્તું છે. પણ સાચી વાત એ છે કે ગુજરાતી લોકોને ગુજરાતી સાહિત્ય પ્રત્યે  લગાવ નથી. પુસ્તક કરતાં મોબાઇલનું મહત્વ વધુ છે. ઇ.બુક અત્યારે આવી ગયા તો યંગ જનરેશનને અત્યારે પ્રિન્ટેડ પુસ્તક વાંચન નથી ગમતું.

Vlcsnap 2017 06 07 10H54M07S125નવલકથા, નવલીકા, નાટક, વાર્તાસંગ્રહ જ્ઞાનકોષ આવા ઘણા બધા વિષયો પર પ્રવિણ પ્રકાશને પુસ્તક પ્રસિઘ્ધ કર્યા છે. અમારી ખાસ વિશેષતા એ છે કે, જે જુના પુસ્તકો છે તે લોકોને માર્કેટમાં મળતા નથી તે પુસ્તકો અમારે ત્યાં સરળતાથી ઉપલબ્ધ છે. અને લોકો પુસ્તકો તરફ પ્રેરાય અને સારું વાંચન કરે તે દ્રષ્ટિથી અમે વેચાણ કરીએ છીએ. નવયુગ પુસ્તક ભંડારના  નિલેશભાઇ મહેતા જણાવ્યું હતું કે, આપણું ગુજરાત સાહિત્ય ગુજરાતનો અણમોલ નજારો છે. આપણી સંસ્કૃતિ છે તે આપણાં ગુજરાતી સાહિત્યમાં છે કે આપણી સમાજ શું છે ? આપણા સંસ્કાર શું છે ? આપણી વાતચીતની બોલી કેવી છે ? તે બધી જ માહિતી આપણું ગુજરાતી સાહિત્ય આપે છે. ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા લિટરેચર છે નવલકથા, નવલીકા, ચરિત્ર પર આવે નિબંધ સંગ્રહ, ગઝલ સંગ્રહ આમ ઘણા બધા પુસ્તકો આવે છે. માતૃભાષા ગુજરાતી છે તો ગુજરાતી સાહિત્યનું મહત્વ હોવું ખુબ જરુરી છે. હાલ, શાળામાં પણ ૧ થી ૮ ધોરણમાં અભ્યાસમાં જ ગુજરાતી સાહિત્ય અને ભાષાનું જ્ઞાન આપવું જોઇએ.

Vlcsnap 2017 06 07 10H53M27S134અત્યારે નવી પેઢીને ગુજરાતી બોલતા, વાંચતા શીખડાવુંએ આપણી પહેલી ફરજ છે. ત્યારે ગુજરાતી વાંચતા, લખતાં પણ નથી આવડતું હોતું ઘણાં ઘર એવા છે કે ત્યાં અંગ્રેજીને મહત્વ આપવામાં આવે છે. ત્યારે આપણું સાહિત્ય કે માતૃભાષાનું મહત્વ ઘટતું જોવા મળે છે. લેખકે એક પુસ્તક બનાવ્યું છે ૭ વર્ષની મહેનત બાદ ભુપત બારવટીયો આ કોઇ પ્રકાશન કરવા તૈયાર ન હતું ત્યારે આ પુસ્તક અમે પ્રકાશન કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.