Abtak Media Google News

આપણે ઘણા કલિનીક જોયા હશે જે લોકોને વ્યસનથી છુટકારો આપાવી તેમનું જીવન સામાન્ય બનવે છે. પરતું એક અદભુદ કલીનીક સામે આવ્યું છે જે લોકોને ફેસબુકની લતથી છુટકારો આપાવે છે. આ એક એવું કલીનીક છે જે ઈન્ટરનેટ અને ફેસબુકની ખરાબ આદતોથી ધીરે ધીરે લોકોને દુર કરે છે, તેમની માનસિકતાને સામાન્ય સ્તર પર લાવે છે.

આ કલીનીકમાં મનોવૈજ્ઞાનિકની એક ટીમ કામ કરે છે માનવ દિમાગ પર કામ કરે છે અને ઈન્ટરનેટની આડઅસરોને દુર કરે છે.

મનોવૈજ્ઞાનિકો પ્રમાણે વર્તમાનમાં લોકોમાં ફેસબુક અને ઈન્ટરનેટ પ્રતિ નશો વધતો જઈ રહ્યો છે અને લોકો આ વસ્તુઓના વ્યસની બની રહ્યા છે, જે માનવ માટે ખુબ ખરાબ છે. રાઓફ બોકવા જે આ કલીનીકના નિયામક છે તેઓ જણાવે છે કે “ફેસબુકના વ્યસન થી થતા નુકસાનને ડ્રગની તુલનામાં ઓછુ આંકવું ખતરનાક થઇ શકે છે. રાઓફ સોશીયલ નેટવર્કની આડઅસરોની તુલના ‘બ્લેક મેજિક’ સાથે કરતા કહે છે કે, ‘ગ્રીન મેજિક’ એટલે કે ફેસબુક અને ઈન્ટરનેટના વધતા ચલણનો મેજિક, ફેસબુકની આદતમાં પડેલા લોકોને ફસાવવા કટ્ટરપંથી સમૂહો માટે ખુબ સરળ હોય છે. આ તેમના માટે ભરતીનો એક મુખ્ય સ્ત્રોત બની ગયો છે. તેના વિરુધ લડાઈ માટે એમ દર્દીઓનું કાઉન્સીલિંગમાં મદદ કરીશું.

ફેસબુક અને ઇન્ટરનેટની આદતોથી છુટકારો આપાવતી આ કલીનીક “અલજીર્યા” દેશમાં ખુલ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.