Abtak Media Google News

ભાજપ કાર્યકર્તાઓએ ઘેર ઘેર જઈને આવતીકાલે યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું

વડાપ્રધાન રાજકોટ આગમનને વધાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ ઉપપ્રમુખ મનીષ ભટ્ટ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળ આજે સવારે શહેરના તમામ ૧૮ વોર્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ સ્કુટર રેલી સ્વ‚પે નીકળી રાજકોટના પ્રજાજનોને આવતીકાલના આજી ડેમ ખાતેના કાર્યક્રમમાં તેમજ ભવ્ય રોડ શોમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યા હતા. જેમાં શહેરના વોર્ડ નં.૮ ભાજપ દ્વારા આમંત્રણ સ્કુટર રેલીનો પ્રારંભ હરીભાઈ પટેલની ઓફીસ ખાતેથી કરાયો હતો. તમામ વિસ્તારોમાં આ રેલીએ ફરીને ઘરે ઘરે દુકાને દુકાને આમંત્રણ પાઠવ્યા હતા.

વોર્ડનં. ૧૦ની બાઈક રેલીનું મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન ‚પાણીએ પ્રસ્થાન કરાવ્યું હતુ આ બાઈક રેલીનું કોટેચા ચોક ખાતેથી પ્રસ્થાન કરાવીને ઈન્દીરા સર્કલ ખાતે પૂર્ણ કરાવી હતી. રેલીમાં અશ્ર્વીન ભોરણીયા, બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, રજની ગોલ, માધવ દવે, પરેશ હુંબલ, ભરત ગોસાઈ વિજયસિંહ રાઠોડ ડો. મકવાણા, સંજય વાઘર, વ્યોમ વ્યસા જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.