Abtak Media Google News

અબોલ પશુઓ પર જીવનું જોખમ પાલિકાનું તંત્ર બિન્દાસ

 

અબતક,ભરત ગોંડલીયા, અમરેલી

અમરેલીમાં જાહેર રસ્તા પર કેરીયા રોડ બાઈ પાસ ચોકડીપાસે  હોસ્પિટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકાયેલો જોવા મળ્યો છે આ વેસ્ટ કચરો મૂંગા અને અબોલ જીવો જેવાકે ગાય સહિતના પશુઓ દ્વારા ખાઈ જવામાં આવતા હોય  અને અને આ કચરામાંની સોય સહિતની વસ્તુઓ પણ ખુબજ નુકશાન કરતા હોઇ અમરેલીના શહેરીજનો અને પશુ પ્રેમીઓમાં ખુબજ કચવાટની લાગણી આ દ્રષ્યો જોઈ જોવા મળી રહી છે અને લોકો દ્વારા જવાબદાર તંત્ર ને અહીં જાહેર માં કચરો ફેકીગયેલા ને કોઈપણ જાતની સેહ શરમ રાખ્યા વગર તાત્કાલિક  કાર્યવાહી કરી કડક મા કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

નિયમોનું પાલન કરાવવું તે સરકારે સોંપેલ એજન્સીની જવાબદારી છે. પરંતુ અમરેલીને લાગે વળગે છે ત્યાં સુધી અમરેલીની કેટલીક હોસ્પિટલો સરકાર દ્વારા બનાવવામાં આવેલા તમામ  નિયમોને ઘોળીને પીય જાય છે. અમરેલી માં જાહેરમાં અથવા તો નગરપાલિકા એ મૂકેલી જાહેર માં મુકવામાં આવેલી  કચરા પેટીઓમાં આ ખુલ્લો બાયોમેડીકલ વેસ્ટ કાયદાનો કોઈપણ જાતનો ડર રાખ્યા વગરજ ઠાલવવામાં આવતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.