Abtak Media Google News

મેગા લોક અદાલતમાં આશરે 70 ટકા કેસનો નિકાલ

દાખલ થયેલા અને દાખલ થાય તે પહેલા પ્રિલીટીગેશન મળી ર7 હજાર કેસો મુકવામાં આવ્યા

કોર્ટ કર્મચારીઓ દ્વારા દિપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકી ડિસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઇ સહિત જયુડીશ્યરી ઓફીસરો રહ્યા ઉપસ્થિત

શહેરના સેશન્સ કોર્ટ બિલ્ડિંગ પાસે એ.ડી.આર ભવન ખાતે કોર્ટ કર્મચારીઓએ દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મૂકી હતી. આ તકે ડિસ્ટ્રીક જજ યુ.ટી.દેસાઈ વરિષ્ઠ ન્યાયાધીશો અને જ્યુડીસરી ઓફિસરો, બાર એસોસિએશનના હોદ્દેદારો અને સિનિયર- જુનિયર એડવોકેટો સહિત  વકીલો હાજર રહ્યા હતા. તેમજ વીમા કંપની, પીજીવીસીએલ અને બેંકના  અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. અદાલતમાં 27 હજાર જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા અને બપોર સુધીમાં 70% જેટલા કેસોનું નિકાલ કરવામાં આવશે છે.

રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન  રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, ન્યુ દીલ્હી ના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદનાઓના ઉપક્રમે જલલા કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દવારા પણ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ , ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાજોકટ જીલ્લાની તમામ આદાલતોમા આજ રોજ મેગા લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 27000 કેસ મુકવામાં આવ્યા હતા.

સદરહુ લોક અદાલતનું ઉદઘાટન રાજકોટના કોર્ટ સ્ટાફ હમીરભાઈ છેતરીયા,  દર્પણ વીસપરા,  કાર્ષીક બટ,  મીતેષભાઈ ત્રીવેદી,  યતીનભાઈ ભટ્ટ અને  સુનીલભાઈ સોનપાલ દવારા દિપ પ્રાગ્ટય કરી લોક અદાલતને ખુલી મુકવામાં આવી હતી. સદરહુ ઉદઘાટન પ્રસંગે રાજકોટ હેડ કવાર્ટરના તમામ ન્યાયાધીશ , બાર એસોસીએશનના પ્રમુખ, તમામ હોદેદારો, જુદી જુદી વીમા કંપનીના ઓફીસરો, વિદવાન એડવોકેટશ્રીઓ, પી.જી.વી.સી.એલના તેમજ વિવિધ બેંકના અધીકારીશ્રીઓ તેમજ પક્ષકારો ઉપસ્થીત રહેલ હતા.

આ પ્રસંગે  21મા એડી.સીની યર સીવીલ જજ   એ.આર.સોનીએ અકસ્માત વળતરના કેસો વધારે મા વધારે કેસોનો નીકાલ થાય તથા ચેક રીટના ના કેસો વધારે મા વધારે સફળતા પુર્વક સમાધાનથી નીકાલ થાય તે માટે આશા પાઠવી છે. તથા  એન.એચ.નંદાણીયા , કુલ-ટાઈમ સેક્રેટરી  લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલ છે અને અંદાજે કેટલા કેસોમા સફળ સમાધાન શકય બનશે તે અંગે માહીતી આપેલ. આ પ્રસંગે  બીજા એડીનલ સીવીલ જજ , ધોરાજીના  આર.એફ.ત્રીવેદીએ લોક અદાલતમાં થતા લાભ તથા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે માહીતી આપેલ. સદરહુ ઉપરોકત જજઓએ લોક અદાલતની સફળતા માટે શુભેરછા પાઠવેલી અને જણાવેલ કે સમાધાનથી ફેસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સબંધો જળવાય રહે છે તેને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ કેસો સમાધાનથી ફૈસલ થાય તેવી અપેક્ષા છે.

સદરહુ લોક અદાલત અગાઉ લગભગ છેલ્લા ત્રણેક મહીનાથી જુદી જુદી વીમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધીકારી વિગેરે સાથે મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનું આયોજન કરી આજના દીવસે વધુ કેસો સમાધાન રાહે નીકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.આજના દીવસે જુદી જુદી કેટેગરીના 27000 પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવનાર છે. જેમાથી 70 ટકાથી પણ વધુ સંખ્યામા સમાધાનથી કેસોનો નીકાલ થાય તેવી આશા વ્યકત કરી છે.

ઈ મેમાને  લઇ સમાધાન માટે 15,000 કેસ મુકાયા

આ લોક અદાલતમાં ખાસ કરીને ઈ મેમોના કેસ મહત્વના બની રહ્યા હતા. કારણ કે ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા ઈમેમાનો પ્રશ્ન આમપણ શહેરમાં ખૂબ જ ચર્ચિત છે. ત્યારે આજરોજ આ લોક અદાલત પૂર્વે અહીં ઇ-મેમાને  લઇ સમાધાન માટે 15,000 થી વધુ વાહન ચાલકોને નોટિસ કાઢવામાં આવી હતી અને ઘણાખરા વાહન ચાલકો ઈ મેમો ભરવા આજની આ લોક અદાલતમાં કોર્ટે આવ્યા હતા.

અકસ્માતના કેસમાં જંગી રકમનું વળતર મંજુર

લોકઅદાલતમાં અકસ્માત વળતરના કેસમાં સિનિયર ધારાશાસ્ત્રી એમ.એ.સુરૈયા એસોસીએટસ દ્વારા અકસ્માતના 55 કેસમાં રૂ.2.40 કરોડનું વળતર મંજુર કરાવ્યું હતું.જેમાં રાજકોટ જિલ્લા ઉપરાંત ભાવનગર,અમરેલી,જુનાગઢ,જામનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ સહિતના જિલ્લાના અરજદારોનો સામવેશ થાય છે.આ કેસોમાં ઇજા પામનાર અને મૃતકના વારસદારો વતી એડવોકેટ એમ.એ.સુરૈયા,સાકેત મોરડીયા,મહેશ સિંધવ,તારીક પોઠીવાલા અને ધર્મેશભાઇ ખીમસુરીયા રોકાયા હતાં. જયારે ડિજિટલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના લિગલ ઓફિસર દિલીપભાઈ દવેએ સમાધાન

કેસમાં રૂપિયા 35 લાખનું પેમેન્ટ કરી ડિસ્ટ્રીક જજ યુ.ટી.દેસાઈ તથા ક્લેઇમ બારના પ્રમુખ મનીષ ખખ્ખરની હાજરીમાં અરજદારને ચૂકવી આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.