સમાધાન, મધ્યસ્થી અને લોક અદાલતના માધ્યમથી વિવાદ ઉકેલી શકાય: હાઇકોર્ટના જસ્ટીસ વિનીત કોઠારી

કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો: વૃક્ષારોપણ કરાયું

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા “Gearing up of legal services activities, upliftment of mediation and ensuing Lok Adalat”ના વિષય પર વિચાર વિમર્શના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. જિલ્લા ન્યાયાલય, રાજકોટ ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરેલ હતુ. એમ.એ.સી.પી. બાર એસોસીએશનમાં રાજયસભાના પુર્વ સાસંદ અભયભાઈ ભારધ્વાજના ફોટાનું અનવારણ કરવામાં આવેલ હતુ.

આગામી નેશનલ લોક અદાલતનું તા.10.04.2021 ના રોજ રાજકોટ જીલ્લામાં આયોજન કરેલુ હોય આ અંગે નેગોશીએબલ ઈન્સ્ટમેન્ટ એકટના કેસો લડતા વકીલઓ, નાણાંકીય સંસ્થાઓના અધિકારીઓ, વિમા કંપનીના અધિકારીઆ વિમા કંપનીના અને મોટર અકસ્માત વળતરના કેસો લડતા વકીલઓ સાથે લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ થાય. તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવેલું હતું.

સરકીટ હાઉસ ખાતે હેડકવાર્ટરમાં  ફરજ બજાવતા તમામ ન્યાયધીશઓ સાથે કાનૂની સેવાની પ્રવૃત્તિઓને વધુ ને વધુ વેગવંતી બનાવવા, કાનૂની સહાય મેળવવાપાત્ર હોય તેવી વ્યકિત કાનૂની સહાયથી વંચિત ન રહે તે અંગે મધ્યસ્થીકરણ (ખયમશફશિંજ્ઞક્ષ) ની પ્રક્રિયામાં વધુને વધુ કેસો રીફર કરવામાં આવે અને કેસોનો મધ્યસ્થીકરણ થી નિકાલ કરવામાં આવે તેમજ આગામી લોક અદાલતમાં વધુમાં વધુ કેસો સમાધાનની રાહે ફેંસલ થાય તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવેલ  તમામ પાસાઓમાં કઈ પધ્ધતીથી કાર્યવાહી કરવામાં આવે તો વધુને વધુ કેસોને કોર્ટમાં મોકલતા પહેલા સમાધાનની રાહે ફેંસલ કરી શકાય તથા કોર્ટમાં કેસ આવી ગયા બાદ તથા મધ્યસ્થીકરણ અને લોક અદાલતના માધ્યમથી ફેંસલ કરી શકાય તે અંગે વડી અદાલતના  ન્યાયમુર્તિ અને રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના કારોબારી અધ્યક્ષ ડો. જસ્ટીસ વિનીત કોઠારીએ,  વડી અદાલતના ન્યાયમુર્તિ તથા રાજકોટ જીલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજ ભાર્ગવ ડી. કારીયાએ ધ્વારા માર્ગદર્શન પુર પાડવામાં આવેલું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સભ્ય સચિવ એચ. એસ. મુલિયા , રાજકોટ જીલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ, ફેમીલી કોર્ટ, રાજકોટના પ્રિન્સીપાલ જજ  ડી. જે. છાટબાર, જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા, રાજકોટ જીલ્લાના તમામ ન્યાયાધીશઓ, બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી જીગ્નેશભાઈ જોષી, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના પેનલ લોયર, મીડીએટર તથા પેરા લીગલા વોલન્ટીયર્સ હાજર રહેલ હતા તેવું જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એચ. વી. જોટાણીયાએ જણાવેલ છેે

કલેઇમબારમાં સ્વ. અભય ભારદ્વાજના તૈલી ચિત્રનું હાઇકોર્ટ જસ્ટીસોના હસ્તે અનાવરણ

ભારદ્વાજ લેજેન્ડ્રી લોયર હતા તેમના સિઘ્ધાંતોના પગલે વકિલોએ ચાલવાનું તેજ સાચી શ્રઘ્ધાંજલી: જસ્ટીસ કોઠારી

સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી ખે સ્વ. અભય ભારદ્વાજના તૈલી ચિત્રનું રવિવારે કલેઇમ બાર એસો. ના રૂમમાં હાઇકોર્ટના સીનીયર જસ્ટીસથી વીનીત કોઠારી તથા યુનિટ જજ બી.એમ. કારીયાના હસ્તે કરવામાં આવેલ હતું.

હાઇકોર્ટના સીનીયર જસ્ટીસ કોઠારીએ જણાવેલ  હતું કે સ્વ. અભય ભારદ્વાજ લેજેન્ડી લોયર હતા અને તેમની ખોટ હંમેશા રહેશે. આપણે પ્રખર ધારાશાસ્ત્રી ગુમાવેલા છે. તેમના કામથી અભય ભારદ્વાજ હંમેશા કાયદા જગતમાં જીવંત રહેશે અને સ્વ. અભય ભારદ્વાજના સિઘ્ધાંતોના પગલે તમામ વકીલોએ ચાલવાનું છ. તે જ સ્વ. અભય ભારદ્વાજને ગુજરાતના વકીલોની સાચી શ્રઘ્ધાંજલી હશે, જસ્ટીસ કારીયા પણ સ્વ. અભય ભારદ્વાજને શ્રઘ્ધાંજલી આપેલી હતી.રાજકોટ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ઉત્કર્ષ દેસાઇ, લીગલ ઓથોરીટીના ચેરમેન જોટાણીયા, જો. ડીસ્ટ્રીકટ જજ કે.ડી.દવે તથા કલેઇમ બારના તમામ સીનીયર જુનીયર વકીલોએ સ્વ. અભય ભારદ્વાજના ફોટાના અનાવરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહેલા હતા. સ્વ. અભય ભારદ્વાજના પરિવારના પુત્ર અંશ, પુત્રી અમૃતા અને ધીરુભાઇ પીપળીયા સહીતના તમામ ઓફીસ સ્ટાફ હાજર રહેલા હતા.