Abtak Media Google News

શહેરમાં દસ-દસ દિવસ ગણપતિબાપાની આરાધના પૂજા-આરતી પર્વ બાદ આજે ભક્તો રડતી આંખોએ બાપાની વિસર્જન યાત્રામાં જોડાશે અને ગણપતિ બાપાને આગલા વર્ષે જલ્દી પધારવા પ્રાર્થના કરી પધરામણી કરશે. સ્થાપના કરેલ ગણાપતિજીની મુર્તીઓને તા. ૧૨/૦૯/૧૯ના રોજ મુર્તીઓનું પુજન અર્ચન બાદ મૂર્તીઓને પાણીમાં વિસર્જીત કરી ગણેશ ઉત્સવનું સમાપન કરવામાં આવનાર છે અને ગણેશજીની મુર્તી વિસર્જન કરવા જતી વખતે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ધાર્મીક સરધસો કાઢવામાં આવનાર છે.

Dsc 1690

જેને અનુલક્ષીને શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં ગણેશ મહોત્સવ નિમીતે મુર્તી વિસર્જન દરમ્યાન પર્યાવરણની જાળવણી થાય  જળ સ્ત્રોતોમાં પ્રદુષણ અટકે અને જળ સૃષ્ટિ પર કોઇ વિપરીત અસર ન થાય તથા જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર ગણપતિજીની મુર્તી વિસર્જન કરવાની જગ્યાઓ નિયત કરાઈ છે. જેમાં આજી. ડેમ ઓવર ફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં-૧, આજી ડીમ ઓવર ફલો નીચે ચેક ડેમ પાસેખાણ નં-૨, પાળ ગામ પાસે જખરાપીરની દરગાહ પાસે મવડી ગામથી આગળ, જામનગર રોડ હનુમાનધારા મંદિરની બાજુમાં, વાગુદડના પાટીયા પાસે વાગુદડીયો વોકળો બાલાજી વેફર્સ વાળો બ્રીજ ઇટુના ભઠા પાસે કાલાવડ રોડ ખાતેના વિસ્તાર પધરામણી માટે નિશ્ચિત કરાયો છે.

Dsc 1694

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.