Abtak Media Google News

સંસ્થા દ્વારા દેશ-વિદેશના વિવિધ શહેરોમાં રાહતકાર્યો ધમધમ્યાં

તાજેતરમાં કોરોના વાયરસની આપત્તિ વચ્ચે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગરીબો અને જરૂરીયાતમંદોને રાહત પહોંચાડવા માટે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારાદેશ અને વિદેશના શહેરોમાં વિવિધ સ્તરે રાહત કાર્યો ચાલી રહ્યા છે.

રાજકોટમહાનગરપાલિકાના સંયોજન સાથે કાર્ય કરી રહેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારાપ્રથમ તબક્કામાં જરુરિયાતમંદો માટે ૨૫૦૦ જેટલીરાહત સામગ્રીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું વિતરણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે, સેવાયજ્ઞના બીજા તબક્કામાં કલેકટર કચેરીના સહકારથી જરૂરીયાતમંદો માટે ૧૧૫ ટન અનાજની કુલ ૫૦૦૦ કીટ તૈયાર કરવામાં આવી હતી જેમાં એક પરિવાર દીઠ ૧૪ કિલો ઘઉં, ૬ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠું એ પ્રકારે કીટ તૈયાર કરવામાં આવી હતી. બી.એ.પી.એસ. સ્વામિ નારાયણ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, પૂ.અપૂર્વમુનિ સ્વામી, પૂ.અક્ષરયોગી સ્વામીના માર્ગદર્શનથી પૂજ્ય સંતો અને સમર્પિત સ્વયંસેવકોએ આ કીટ તૈયાર કરી ભરવાની સેવા કરી હતી. આ સેવા દરમ્યાન સોશિયલ ડીસ્ટન્સના તમામ નિયમો અને આવશ્યક સ્વચ્છતાના તમામ ધોરણોને અનુસરીને રાહત સામગ્રીની કીટનું પેકિંગ કરવામાં આવ્યું હતું.  આ કીટના આયોજન – વિતરણમાં માનનીય કલેકટર રમ્યા મોહન, એડી. કલેકટર  પરિમલ પંડયા, પ્રાંત અધિકારી  ચરણસિંહ ગોહિલ અને મામલતદારઓએ ખૂબ મહેનત ઉઠાવી સેવા-ફરજ બજાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.