Abtak Media Google News

સમરસ હોસ્ટેલમાં ૨૨૦૦ દર્દીઓ એલોપેથીની સાથે આયુર્વેદિક હોમિયોપેથીક ઉપચારી  વહેલા સાજા થયા

કોરોનાના વાયરસના સંક્રમણમાં રોગ પ્રતિકાર શક્તિ મહત્વનું પાસું છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે પહેલેથી જ ઉકાળા હોમિયોપેથીક દવા અને સંશમનીવટી સહિત દેશી ઉપચાર માટે આયુર્વેદિક તંત્ર- વિભાગ રાત-દિવસ કામ કરી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ગરમ ઉકાળાી માંડીને સંક્રમિત દર્દીની સારવારમાં ઇમ્યુનિટી બુસ્ટર આપવા હેતુસર સતત કામગીરી કરવામાં આવી રહી છે.  રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો કે. જી.મોઢે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ૧૮ આયુર્વેદ દવાખાના કાર્યરત છે,  જેમાં ઉકાળા તથા સંશમનીવટીનું વિતરણ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા  ધનવંતરી રથમાં સ્થળ પર જ ગરમ ઉકાળાનું વિતરણ  કરવામાં આવે છે. હોમીયોપેથીક ગોળી ઓર્ગેનિક આલ્બમ ૩૦નું પણ વિતરણ કરવામાં આવે છે.  સમરસ હોસ્ટેલ રાજકોટ ખાતે દર્દીની સંમતિથી એલોપી સારવાર ઉપરાંત આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓ પણ આપવામાં આવે છે. સમરસ હોસ્ટેલ ખાતે બે આયુર્વેદ તબીબ અને એક હોમીયોપેથીક તબીબની સેવા પણ ઉપલબ્ધ છે.

રાજકોટ સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૨૦૦ દર્દીઓના  એલોપેીની સો આયુર્વેદ અને હોમિયોપેીક ઉપચાર પણ કરવામાં આવેલ છે. જેનાી આ બીમારીમાંથી ઝડપી રિકવરી આવવાનુ જણાય આવેલ છે .દર્દી વહેલા સાજા પણ યેલ છે.  રાજકોટ જિલ્લામાં આયુર્વેદ ઉકાળાના લાર્ભાીઓ માટે ૧૯ લાખ સંશમનીવટીના ડોઝ, ૩.૨૦ લાખ હોમિયોપેી ડોઝ, ઉકાળો ૨૧ લાખ ડોઝ, કવોરેન્ટાઈન સેન્ટરમાં ૧૧૨૫ અને કોવિડ કેર સેન્ટરમાં ૧૯૭૮ મળી વિવિધ તબક્કામાં અત્યાર સુધી જુદા જુદા રાઉન્ડમાં ૪૩ લાખ  ડોઝનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.