Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ.નં.૧ માં આવેલ શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે આયુર્વેદિક ઉકાળાનં્ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલ, શાશકપક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૧ ના કોર્પોરેટર આશિષભાઈ વાગડિયા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, આરોગ્ય અધિકારી ડો. ચુનારા, ડો.પી.પી.રાઠોડ, ડો.વિસાણી, પારૂલ હોમિયોપેીક મેડીકલ કોલેજના ડીન ડો.મહેતા, ડો.ભાસ્કર ભટ્ટ, ડો.અરવિંદભાઈ, વોર્ડ નં.૧ના પ્રમુખ રસિકભાઈ બદ્રકીયા, શહેર યુવા ભાજપ મંત્રી હિતેશભાઈ મારૂ, નાગજીભાઈ વરુ, ભાજપ અગ્રણી લલીતભાઈ વાડોલીયા તેમજ ઉકાળા પીવા માટે આવેલ લાર્ભાીઓ વિગેરે ઉપસ્તિ રહ્યા હતા. શ્યામનગર આરોગ્ય કેન્દ્ર પર ૨૬૮ લોકોએ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધેલ અને ૩૪૦ લોકોએ સ્વાઈનફલુની હોમિયોપેકિ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકાના તમામ  આરોગ્ય કેન્દ્ર પર રજાના દિવસો સિવાય સવારે ૦૯:૦૦ ી ૧૨:૦૦ સુધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે.આ ઉપરાંત પારૂલ હોમિયોપેકિ મેડીકલ કોલેજના સહયોગી શેડ્યુલ મુજબ જુદા જુદા આરોગ્યકેન્દ્ર પર સ્વાઈનફલુની ટેબ્લેટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ જણાવેલ કે, રોગચાળાના નિયંત્રણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક આરોગ્ય કેન્દ્ર પર આયુર્વેદિક ઉકાળા અને સ્વાઈનફલુની ટેબ્લેટનો  વધુ માં વધુ લોકો લાભ લ્યે તેવી અપીલ કરેલ. તેમજ રોગચાળા માટે લોકોએ જાગૃત રહેવા તેમજ જરાપણ તાવ, શરદી, ઉધરસ જણાય કે તરતજ જરૂરી રીપોર્ટ કરાવી ડોકટરની સલાહ મુજબ દવા લેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.