Abtak Media Google News

મદની સરકાર ગ્રુપ અને મદની એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

મોરબીમાં મદની સરકાર ગ્રુપ અને મદની એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જેનો ૧૩૪ જરૂરીયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્ય કરતી મદની સરકાર ગ્રુપ અને મદની એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૩૪ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ,વોટરબેગ,લંચબોકસ સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા છેલ્લા ૫ વર્ષથી મુસ્લિમ સમાજના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરીને તેમને પૂરતું યોગદાન આપે છે.

આ ઉપરાંત સંસ્થા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની શાળાની ફી તથા ટ્યુશન ફી પણ ભરી ને તેમના શિક્ષણમાં મદદરૂપ થાય છે આ સંસ્થાએ અત્યાર સુધીમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરી છે ઉપરાંત ૪૧ ગરીબ કુટુંબોને દર માસે રાશનનું વિતરણ કરે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.